________________
શેઠ આ૦ ક.ની પેઢીને ઇતિહા# પગરઆ પ્રકરણ :
વિ. સં. ૧૫૯ ની વાત છે. એ વર્ષમાં સુરતના ઝવેરી શ્રી નગીનદાસ ઝવેરચંદ, જેઓ સંઘવી છેટાલાલના ભાગીદાર થતા હતા, એમને એવી ભાવના થઈ કે ગિરિરાજ શત્રુંજય ઉપર ગઢની બહારના ભાગમાં રામપાળ દરવાજાની બહાર અથવા તો અંગારશા પીરની બારીની બહાર આવેલ કેઈ અનુકુળ અને યોગ્ય જગ્યાએ નવી ટ્રક બાંધવી. આ માટે એમણે પાલીતાણાના દરબાર ગહેલશ્રી માનસિંહજીની મુલાકાત લઈને આવી જમીન પિતાને મળે એવી ગોઠવણ કરી આપવાની માગણી કરી. - આ રીતે વાતચીત થયા પછી, જમીનની પસંદગી માટે દરબારશ્રી સાથે ગિરિરાજ ઉપર જવાનું નક્કી થયું. અને તા. ૧૧-૨-૧૯૦૩, વિ. સં. ૧૫૯ ના મહા સુદ ૧૫ ને બુધવારના રોજ દરબારશ્રી વગેરે સાથે શ્રી નગીનદાસ ઝવેરી ગિરિરાજ ઉપર ગયા. એ વખતે દરબારશ્રી સાથે તેમના દીવાન શ્રી ગણપતરાવ લાડ, દફતરી દોલતરાય, હજુરિયા મહમ્મદ જમાદાર વગેરે મળીને ૧૦ માણસે હતા. શરૂઆતમાં તેઓ અંગારશા પીરની બારી આગળ ગયા અને ત્યાં જમીનની તપાસ કરી.
જીતની તપાસ કરી, જેને સંધની કોઈ પણ વ્યક્તિ કયારેય ચામડાનાં કે બીજી કઈ પણ વસ્તુમાંથી બનાવેલાં પગરખાં વગેરે પહેરીને ગઢની અંદર દાખલ થતી નથી એ શિરસ્તે એક ધર્મ નિયમ તરીકે પરાપૂર્વથી ચાલ્યો આવતું હતું, અને અત્યારે પણ એને અમલ બરાબર કરવામાં આવે જ છે. પણ જેનેતર વર્ગ–અને ખાસ કરીને અંગ્રેજે, અંગ્રેજ સરકારના અધિકારીઓ, દરબારશ્રી તથા તેમના અધિકારીઓ તેમજ મહેમાને આ નિયમનું પાલન કરે જ એવો આગ્રહ રાખવાને બદલે તેઓ ગઢની અંદર દાખલ થતી વખતે ચામડાનાં પગરખાં ઉતારીને, તેના બદલે પેઢી તરફથી આપવામાં આવતા કંતાનના જોડા પહેરીને જ ગઢમાં દાખલ થાય એવો શિરસ્તો ચાલુ કરવામાં આવ્યું હતું.
શ્રી નગીનદાસ ઝવેરીએ ગઢની બહાર બાંધવા વિચારેલ નવી ટ્રકની જમીનની પસં દગી માટે જ્યારે દરબારશ્રી વગેરે ગિરિરાજ ઉપર ચડીને અંગારશા પીરની બારી આગળ પહોંચ્યા ત્યારે ત્યાં પેઢીના માણસેએ કંતાનનાં બાર જેડી પગરખાં તૈયાર રાખ્યાં હતાં. અંગારશા પીરની બારી એ જ નવ ટૂંકમાં જવાને મુખ્ય માર્ગ છે. એટલે નવ ટૂકમાંની કોઈ પણ ટૂંકમાં જવું હોય તે પણ જૈનતર પ્રવાસીએ ચામડાના જેડા ઉતારીને અને ખુલ્લા પગે ન જવું હોય તે કંતાનના જોડા પહેરીને જ જવાનું હોય છે. - પેઢીના માણસેએ દરબારશ્રી વગેરેને ચામડાના જેડા કાઢીને કંતાનના પહેરવાની અને એ પહેરીને જ ગહની અંદર ફરવાની વિનંતી કરી. પણ દરબારશ્રીએ એમની વિનંતી કાને ધરી નહીં અને જેડા પહેરીને નવ ટૂકના અમુક ભાગમાં થઈ બારોબાર મોતીશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org