________________
૨૩
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા આવી હતી કે જેથી તેઓ ખૂબ ત્રાસી ગયા હતા. કેટલાક વખત સુધી આવો ત્રાસ અરદાસ્ત કર્યા પછી તેઓને એવી લાલચ આપવામાં આવી હતી કે તેમની પાસે રજૂ કરવામાં આવનાર એક કાગળ ઉપર તેઓ સહી કરી આપે તે એમને કેદમાંથી છોડી મૂકવામાં આવશે. આ કાગળ કાઠિ.ના તે વખતના એકિંટગ પોલિટીકલ એજન્ટ મિ. જેસ કાઉલીને ઉદ્દેશીને લખીને એમાં બનાજી વગેરે ચારેય જણની સહીઓ લેવામાં આવી હતી. આ કાગળમાં રજૂ થયેલા ખાસ મુદ્દા આ પ્રમાણે હતાઃ - ૧. સંઘના વળાવિયા તરીકે અમને નગરશેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈની ભલામણથી જ સંઘપતિએ અમદાવાદમાંથી જ રાખ્યા હતા અને આ ચેરી પણ અમે એમની જ ચઢવણથી કરી હતી. અર્થાત આ ચોરી થઈ એમાં નગરશેઠશ્રી પ્રેમાભાઈને હાથ હતે.
૨. આ ચેરી અમે કર્યાને આ૫ અમારા ઉપર ખુદ રાયચંદ પ્રેમચંદ મૂકેલે હોવાથી રાજ્ય અમને એ ગુના માટે પકડીને જેલની તથા દંડની ભારે સજા કરી છે.
૩. આ ચેરીમાં શ્રી રાયચંદ પ્રેમચંદને જૂજ કિંમતનો જ માલ ચોરાયો હતો, જે અમે પાછો આપ્યો હતે.
૪. આમ છતાં રાયચંદ પ્રેમચંદે પિતાનો ઘણે માલ ગયાની ફરિયાદ કરેલ તે ઉપરથી રાજ્યે અમને ઘણી સજા કરી છે.
પ. નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ અમને છોડાવવાની તજવીજ કરતા હતા.'
આવી અરજી તા. ૧-૯-૧૮૭૪ ના રોજ આ ચાર જણની સહીથી મિ. ક્રાઉલીને પાલીતાણામાં આપવામાં આવી હતી.
પરંતુ ઉપર પ્રમાણેની અરજી, જેલની યાતનાથી કંટાળીને અને પાલીતાણા રાજ્યના દબાણથી, કર્યા પછી એમ લાગે છે કે એકાદ મહિનાની અંદર કોઈ પણ રીતે આ ચારેય આરોપીઓને પાલીતાણાની જેલમાંથી છુટકારો થયો હતો, આ છુટકારો થયા પછી તરત જ એ ચારેય જણાએ આ પ્રકરણમાંની સાચી હકીકતની રજૂઆત કરતે એક લાએ પત્ર તા. ૯-૧૦-૧૮૭૪ ના રોજ અમદાવાદથી મિ. કાઉલીને લખ્યો હતો. એ કાગળમાં રજૂ થયેલી વિગતે જોતાં ઉપરના પાંચેય મુદ્દા બિલકુલ બેટા હતા એમ સ્પષ્ટ જાણવા મળે છે. તેમાંય શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જેવા કેવળ ગુજરાતમાં જ નહીં પણ આખા મુંબઈ પ્રાંતમાં એક પ્રતિષ્ઠિત અને વગદાર આગેવાન તેમજ મુંબઈ સરકારની લેજીસ્લેટિવ કાઉન્સિલના એક વખતના મેમ્બર તરીકે દરજજો ધરાવનાર વ્યક્તિ ઉપર ચેરી કરાવવાને આરોપ મૂકે એ બહુ જ ગંભીર બાબત હતી અને એના પ્રત્યાઘાતો લીતાણા રાજ્યની વિરુદ્ધમાં પડે એ બિલકુલ સ્વાભાવિક હતું.
આ પ્રકરણ સાથે સંકળાયેલ અને પેઢીના દફતરમાં સચવાઈ રહેલ એક કાગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org