________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
આ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ ગયા પછી પણ પાલીતાણાના દરબારશ્રી અને શેઠશ્રી કેશવજી નાયક તથા શેઠશ્રી નરસી કેશવજી વરચે નાની-મેટી અથડામણના પ્રસંગે બનતા રહ્યા હતા. એ અંગે બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થતો રહ્યો હતું અને કોઈક કઈક બાબતમાં એજન્સીને ફરિયાદ કરીને દાદ પણ માગવામાં આવી હતી. પણ એમાં એક પણ બાબત એવી ન હતી કે જે ગઢની અંદરની ખાલી જમીન ઉપરના દરબારશ્રીના હકને પુરવાર કરે અને મુંબઈ સરકારના તા. ૧૬-૩-૧૮૭૭ નં. ૧૬૪૧ ના ઠરાવમાં ફેંસલારૂપે સૂચવવામાં આવેલ પાંચ મુદ્દામાં કઈ પણ જાતનો ફેરફાર કરાવી શકે, એટલા માટે એ બાબતે અને અહીં વિગતે વિચાર કરવાની જરૂર રહેતી નથી. દરબાર પાસેથી ચોરીનું વળતર મેળવ્યું : ' પાલીતાણાના દરબાર સાથે રખોપાના જે કરારો થતા રહ્યા હતા, તેમાં દરેક કરારમાં એ મુદ્દા તે આપમેળે જ સમાઈ જતા હતા કે ગિરિરાજ શત્રુ જ્યની યાત્રાએ આવતા કેઈ પણ યાત્રિકના જાનમાલને નુકસાન પહોંચે તો તે નુકસાન પાલીતાણાના દરબારશ્રીએ ઘટતું વળતર આપીને ભરપાઈ કરી આપવું. આ શરતને અમલ થયાને એક દાખલે બહું જાણવા જેવું હોવાથી અહીં તેની કેટલીક મહત્વની વિગતો રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે* વિ. સં. ૧૯૩૦ ની શરૂઆત ભાગમાં માગશરમાં (સને ૧૯૭૩માં) વડાલીના વતની શેઠશ્રી કેવળચંદ ફત્તેહચંદે ગિરિરાજ શ્રી શત્રુ જ્યને સંઘ કાઢથી હતું. આ સંઘ અમદાવાદ થઈને પાલતાણા ગયો હતો. જ્યારે એ સંઘ અમદાવાદ આવ્યો ત્યારે સંઘયાત્રા દરમિયાન યાત્રિકોના જાનમાલની બરાબર સાચવણી થાય એટલા માટે અમદાવાદ પાસેના રાણીપ ગામના રહેવાસી ચાર કેળીઓને વળાવિયા તરીકે નોકરીમાં રાખવામાં આવ્યા હતા. આ ચાર વળાવિયાનાં નામ પગી બનાજી જગાજી, પગી રઘાજી ફૂલજી, પગી સવાજી છલાજી અને પગી જેસાજી સામતાજી હતાં. તેમને વ્યવસાય ખેતી તથા વળાવિયા તરીકે કામ કરવાનું હતું. આ પ્રકરણમાં સંઘપતિએ પિતે જ મેજર કીટિંજ સમક્ષ આપેલ જુબાની ઉપરથી જાણી શકાય છે કે, તેમણે આ ચાર જણને અમદાવાદનિવાસી અને આ સંઘના જ એક યાત્રિક શ્રી કેવળચંદ ખેમચંદની ભલામણથી વળાવિયા તરીકે નોકરીમાં રાખ્યા હતા.
આ સંધ પાલીતાણા પહોંચે તે પછી પિષ સુદ-૧૨, તા. ૧૫ જાન્યુ. ૧૮૭૪ની રાત્રે સંઘના પડાવના એક પાલમાં પાછળના ભાગથી ઘૂસીને કેટલાક શેરો તેમાંથી કેટલીક વસ્તુઓ ઉપાડી ગયા હતા. જ્યારે એ પાલને યાત્રિકને પિતાના પાલમાં ખાતર પડવાની જાણ થઈ ત્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શ્રી દલીચંદ સકરચંદ, શ્રી હેમચંદ્ર કસ્તુરચંદ તથા શ્રી રાયચંદ પ્રેમચંદને કેટલાક માલ ચોરાઈ ગયા હતા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org