________________
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ “ ૩. તમે Wા સંગના બીજા માણસે તા. તે સાથે ગાડાં ઘડા જે આવશે તેને ઊતરવાની જગે દરબારે જેનું ભાડું લેવા મુકરર કરે છે તે તમને ઊતરવા દેસુ તેના ભાડા બાર
“૪. તમે ઇંદ્રસલા ખા કરશે તે દરબારી જગે તલાટી મધે ઈંદ્રસલાખાન પુજાનું કામ ચાલે તેટલા દિવસ સુધી વાપરવા દેવી તે ઉપર દરબારી બાબત.
પ. તે સીવાએ પરચુરણ બાબતે.
ઉપર લખી બાબત ઊધડ આંકડો કરાવવા તમે અરજ કરતાં રૂ. ૧૬૧૨૫ કે સોલ હજાર એકસેને પચવીશ ઠરાવા છે. ઉપર લખી બાબતેના હિસાબે ગણુતાં ઘણા જ રૂપિઆ થાએ પણ દરબારશ્રીએ મહેરબાની કરી આ ઠરાવ તમારે જ વાસ્ત કરી આપો છે ઊપર લખા રૂપે આ લેઈ ઊપર લખી બાબતમાં તમને હરકત કરવી નથી. માટે તમે સંગ લેઈ આવજે, ને આ ઠરાવ સં. ૧૯૨૧ ને કારતક વદ ૨ થી તે સ. ૧૯૨૧ ના ફાગણ સુદ-૨ સુધી ચાલશે. ને આ ઠરાવ તમારી આ જ ઇંદ્રસલાખા માટે જ છે. માટે હવેથી બીજે કરશે તેને માટે તે વખત ઊપર દરબાર મરજી પ્રમાણે લીધામાં આવશે. આ ઠરાવ ગરજી હીરાચંદજી મારફત કરે છે સ ૧૯૨૦ ના ભાદરવા વદ-૧૩ બુધવાર ૧૮
સહી આ કરારના લખાણ ઉપરથી એવો લેશમાત્ર પણ અણુ સાર નથી મળતું કે શેઠશ્રી કેશવજી નાયક અથવા એમના પુત્ર નરસી કેશવજીએ ગિરિરાજ ઉપર ગઢની અંદર નવી ટૂંક બાંધવા માટે ઉપયોગમાં લીધેલી જમીનના વળતરરૂપે પાલીતાણાના દરબારશ્રીને કઈ પણ રકમ આપવાનું કબૂલ કર્યું હોય અથવા આપી હોય કે કામ શરૂ કરતાં પહેલાં એમની મંજૂરી લીધી છે. જે આ પ્રકારની જમીન મેળવવા માટે દરબારશ્રીને પરવાનગી લેવાની અથવા એમને જમીનના વળતરરૂપે અમુક રકમ આપવાની જરૂર હોય તે એ વિધિ ટ્રકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું તે પહેલાં જ કરવામાં આવ્યા હતા. પણ આવે કઈ વિધિ કરવામાં આવ્યો ન હતો. અને જ્યારે ઉપર મુજબની રૂ. ૧૬૧૨૫/ ની રકમ આપવાનો કરાર થયો ત્યારે તે ટ્રકનું બાંધકામ લગભગ પૂરું જ થઈ ગયું હતું. અને એમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાને વિધિ મહોત્સવ પૂર્વક કરવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. મિ. ઈ. ટી. કેડીની તપાસ દરમિયાન શેઠશ્રી કેશવજી નાયકે જે જુબાની આપી હતી તે ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે અંજનશલાકા તથા પ્રતિષ્ઠાના મહત્સવમાં દરબારશ્રી તરફથી કઈ પણ જાતની દખલ કરવામાં ન આવે અને એનું મુહૂર્ત સચવાઈ રહે એ માટે અગમચેતી વાપરીને આ કરાર કરવામાં આવ્યું હતું. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ કરારથી ગઢની અંદરની ખાલી જમીન ઉપર પિતાને હક સાબિત થવાની દરબારશ્રીની રજૂઆત કેવળ આધાર વગરની જ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org