________________
પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા માટે દાદ માગી, જેથી પિતાના પર મૂકવામાં આવેલ ચોરી કરાવ્યાને આરેપ દૂર થઈ શકે. પણ મુંબઈ સરકારે એના તા. ૩૦-૬-૧૮૭૫ નં. ૪૩૦૮ ના ઠરાવથી એમને આ બાબતમાં પોતે વચમાં પડવા માગતા નથી એમ જણાવીને સિવિલ કોર્ટ મારફત દાદ માગવાનું સૂચવ્યું હતું.”
" આ પછી નવેક મહિના બાદ તા. ૧૭-૩-૧૮૭૬ ના રોજ મુંબઈના ગવર્નર મિ. વુડહાઉસને શેઠશ્રી પ્રેમાભાઈએ બીજી અરજી કરી, પણ એ અરજીના જવાબમાં પણ મુંબઈ સરકારે તા. ૧૭-૪-૧૮૭૬ નં. રરર૨ ના ઠરાવથી એમ સૂચવ્યું કે આ બનાવથી એમની આબરૂને કંઈ ધક્કો પહોંચશે એમ સરકાર માનતી નથી. અને તેથી વચ્ચે પડવા ઈન્કાર કરે છે.
આ પછી નગરશેઠશ્રી પ્રેમાભાઈ એ તા. ૧૦-૬-૧૮૭૬ ના રોજ મુંબઈના ગવર્નર શ્રી વુડહાઉસને ત્રીજી અરજી કરીને એ સમજાવવા પ્રયત્ન કર્યો કે દરબારે મૂકેલા આક્ષેપનું નિવારણ ન થાય તે તેમની તથા શ્રાવક કેમની આબરૂને ઘણું મટે ધક્કો પહોંચે છે. આ રીતે વિસ્તારથી પિતાની વાત રજૂ કર્યા બાદ અંતમાં પિતાની તા. ૧૨-૬-૧૮૭૫ તથા તા. ૧૭–૩–૧૮૭૬ ની અરજીઓને હવાલે આપીને આ પ્રકરણની તપાસ કરવા માટે અધિકૃત કોર્ટનું નામ પિતાને જણાવવાની માગણી કરી કે જે પાલીતાણું રાજ્ય વિરુદ્ધની પોતાની અરજીની તપાસ કરી શકે.
આ અરજીનું સુખદ પરિણામ એ આવ્યું કે મુંબઈ સરકારને આખા પ્રકરણની જાતતપાસ કરીને એની પૂરેપૂરી હકીકતથી માહિતગાર થવાની ફરજ પડી. આ તપાસને અંતે પાલીતાણાના દરબારશ્રીએ નગરશેઠશ્રી પ્રેમાભાઈ ઉપર ચોરી કરાવ્યાનો જે આક્ષેપ મૂક્યો હતો તેનું પૂરેપૂરું નિવારણ થયું. એટલું જ નહીં, પણ આ અંગે દરબારશ્રીને કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મારફત શેઠશ્રી પ્રેમાભાઈ ઉપર આ આક્ષેપ મૂકવા બદલ દિલગીરી દર્શાવવાની ફરજ પડે એવો ઠરાવ તા. ૫ સપ્ટે. ૧૮૭૬ ના રોજ નં. પ૯૨ થી મુંબઈ સરકારે કર્યો જે આ પ્રમાણે છે.
ડેરા
તા. ૧૫ મી જાનેવારી સ. ૧૮૭૪ ના રોજ પાલીતાણું સ્વાસ્થાનમાં ચોરી થયા બાબત કેટલાક શાવકો અને પાલીતાણાના ઠાકોરે એકબીજા ઉપર આવા મોટા આરોપ મુકયા એ જે આ કેશ તે પુરો સમજવા સરકારે મહેનત લીધામાં કાંઈ બાકી રાખી નથી.
૨. સરકારને મળેલી ખબર જેમાં છેલે મી. ન્યુનહાય અને સરકારી તરજુમાં કરનારને રીપિટ છે તે ખબર ઉપરથી બે શખ અનુમાન થાય છે કે જે માણસોની ઉપર ચારીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org