________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા માંના (રૂ. ૧૦૨/- ના નજરાણુને સમાવેશ થઈ જાય છે. એની સાથે સરકાર બલકુલ સંમત છે. આ ખાસ કેસની બાબતમાં પૈસા પાછા આપવાનો હુકમ એટલા માટે કરવામાં નથી આવતો કે કર્નલ એન્ડરસનના ચુકાદાની સામે સરકારને અપીલ કરવામાં શેઠ આણંદજી કલ્યાણજીએ ઘણે વિલંબ કર્યો છે. પણ આ હુકમ ભવિષ્યમાં આવી કઈ માગણી કરવાથી ઠાકરશ્રીને રોકશે.” ' આ રીતે આ પ્રકરણનો લગભગ છ એક વર્ષ જેટલા લાંબા ગાળા પછી અંત આવ્યા તેમાં શ્રાવક કેમને રૂ. ૧૦૨/- મુંબઈ સરકારને અરજી મોડી કરવાને કારણે ભલે પાછા ન મળ્યા, પણ દરબારશ્રીને આપવામાં આવતી રખોપાની રકમમાં નજરાણા વગેરેને સમાવેશ થઈ જાય છે અને ભવિષ્યમાં દરબારશ્રી આ રીતે નજરાણની રકમ ન લઈ શકે એ મતલબને ફેંસલો મુંબઈ સરકાર પાસેથી મેળવવામાં જે સફળતા મળી હતી તે ભવિષ્યને માટે પણ ઘણી ઉપયોગી સાબિત થવાની હતી. રકમ નાની હોય કે મટી, એ વાતને મહત્ત્વ આપ્યા વગર, પિતાના મૂળભૂત હકની સાચવણી કરવા માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કેટલી જાગૃત અને પ્રયત્નશીલ રહેતી તે આ દાખલા ઉપરથી પણ જાણી શકાશે.
પાલીતાણા રાજ્યને કરવામાં આવેલી એક જાણવા જેવી તાકીદ : પાલીતાણું રાજય અને જેને કોમ વચ્ચે સને ૧૮૬૨ થી, રખેપાને થે કરાર સને ૧૮૮૬ માં થયે ત્યાં સુધીનાં પચીસેક વર્ષના લાંબા ગાળા દરમિયાન નાના મોટા અનેક ઝઘડાએ થતા જ રહ્યા હતા. ગિરિરાજ ઉપરની જમીનની માલિકીના હક સંબંધી લાંબી તકરાર અને એ તકરારને કારણે અંગ્રેજ સરકારે હાથ ધરેલ સવિસ્તર તપાસ પણ આ જ અરસામાં થઈ હતી અને એનો નીવેડે મુંબઈ સરકારે આ સમય દરમિયાન જ સને ૧૮૭૭ની સાલમાં આપ્યું હતું જે સને ૧૮૭૯ ની સાલમાં લંડનની પ્રીવિ કાઉન્સિલે પણ માન્ય રાખ્યું હતું. ગિરિરાજ ઉપરની જમીનના માલિકીહક સંબંધી તપાસ ચાલતી હતી તે દરમિયાન કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. પીલને તા. ૨૫ ઓગસ્ટ સને ૧૮૭૫ના રોજ પાલીતાણું રાજ્યને ઉદ્દેશીને એક યાદ લખી મોકલવાની ફરજ પડી હતી તે ઉપરથી પણ રાજય અને જૈન કેમ વચ્ચે કેવું તંગ વાતાવરણ પ્રવર્તતું હતું તે જાણી શકાય છે. આ યાદનું લખાણ આ પ્રમાણે હતું. : જાવક નં. ૫૦૬
“યાદી સ્વસ્થાન પાલીટાણા તરફ મોકલવાની જે.
હમારી પાસે ફરીયાદ આવી છે કે પાલીતાણ દરબાર તરફનાં માણસે મેમણ ઉસ્માન તથા અલી કે ઠારી ક્ષેત્રુજા ડુંગર ઉપર હાલ સીપાઈઓ રાખે છે તથા હરગોવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org