________________
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ ૩. અત્યારે ગઢની અંદર તેમજ ગઢની બહાર જે મંદિર વિદ્યમાન છે તે માટે કેઈ પણ જાતની રકમ લેવાની માગણી થઈ શકશે નહિ.
૪. જે શ્રાવક કેમ ગઢની બહાર નવું દેરાસર ઊભું કરવા માગતી હશે તે દરબારશ્રી એક ચે. વાર જમીનને રૂ. ૧/- લઈને તે માટે મંજૂરી આપશે.
૫. શ્રાવક કોમની કઈ પણ વ્યક્તિને ડુંગર ઉપર જતા કેઈ પણ જાતની હરકત કે હેરાનગતિ કરવામાં આવશે નહિ. અને ગઢમાં અથવા તે ગિરિરાજ ઉપર જવાના રસ્તાની આજુબાજુ ૫૦૦ વાર સુધીની જગ્યામાં કાયમી પોલીસથાણું રાખી શકશે નહિ.”
આ ફેંસલો મુંબઈ સરકારના તે વખતના સેક્રેટરી મિ. સી. ગને કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટને લખી જણાવ્યું હતું, અને એમણે એ ફેંસલાની નકલ પેઢીને તથા પાલીતાણાના દરબારશ્રીને પહોંચતી કરી હતી. આ ફેંસલાની સામે પ્રિવી કાઉન્સિલમાં અરજી
આ ફેંસલાથી ન તે શેઠ આણંદજી કલ્યાણજીને સંતોષ થયો કે ન તે પાલીતાણાના દરબારશ્રીને. બંનેને આમાં પિતાને જુદા જુદા પ્રકારને કાયમી હક જોખમાતે હોય એવું લાગ્યું એટલે આ ફેંસલાની સામે બંનેએ વિલાયતમાં પ્રિવી કાઉન્સિલને પિતાની વાંધા અરજીઓ કરીને દાદ માગી હતી.
બંને પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલી અરજીઓ અંગે ઘટતી વિચારણા કર્યા પછી વિલાયતની સરકારે (એટલે પ્રિવી કાઉન્સિલે) બંને અરજીઓ કાઢી નાંખી હતી અને મુંબઈ સરકારે આપેલ પાંચ મુદ્દાવાળા ફેંસલાને મંજૂર રાખ્યું હતું. આ અંગે મિ. કેન બ્રકે મુંબઈના ગવર્નર ઉપર જે પત્ર લખ્યો હતે તે આ પ્રમાણે છે.૧૭ “હીઝ એકસેલન્સી,
ધ ઓનરેબલ ધ ગવર્નર ઈન કાઉન્સિલ, મુંબઈ પિલિટિકલ
ઈન્ડિયા ઓફિસ નં. ૨૦
લંડન ૧૫ મી મે ૧૮૭૯ “સાહેબ,
આપ નામદારને ગયા મહિનાની ૭ મી એપ્રિલને નં. ૧૮ ને પત્ર મને મળ્યો છે, કે જેની સાથે આપે પાલીતાણાના ઠાકરશ્રીએ, એમના શત્રુજ્યને લગતા કેટલાક હકે અંગેના આપ નામદારના હુકમ સામે, મને મોકલવા માટે એક અરજી ( memorial ) મોકલી હતી. મેં મારી કાઉન્સિલ સાથે એ અરજી સંબંધી વિચારણું કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org