________________
પાલીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
અનુસંધાનમાં તા. ૭–૨–૧૮૭૭ ના રોજ બીજી અરજી મેકલી હતી. કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટે આ બંને અરજીઓ મુંબઈ સરકાર ઉપર અનુક્રમે પિતાના તા. ૩૦-૮૧૮૭૬ ના નં. ૩૦૩ ના પત્રથી તેમજ તા. ૨૬-૩-૧૮૭૭ નં. ૭૬ ના પત્રથી મુંબઈ સરકાર ઉપર મોકલી આપી હતી.
એ જ રીતે પાલીતાણાના દરબારશ્રીએ તા. ૨૬-૮-૧૮૭૬ ના રોજ એક અરજી મોકલી હતી અને એની પુરવણીરૂપે તા. ૬-૧૧-૧૮૭૬ ના રોજ બીજી અરજી મોકલી હતી. આ બેમાંની પહેલી અરજી કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટે પોતાના તા. ૧૯ -૧૮૭૬ ના નં. ૩૦૭ ના પત્ર સાથે મુંબઈ સરકારને મોકલી આપી હતી. દરબારશ્રીની બીજી અરજી મુંબઈ ક્યારે મોકલવામાં આવી તેની માહિતી મળી શકી નથી, પણ દરબારશ્રીની આ બંને અરજીઓની નકલ પેઢીના દફતરમાં સચવાઈ રહેલી છે. ૧૫ જ્યારે પેઢીએ કરેલ બંને અરજીઓમાંની એક પણ અરજીની નકલ પેઢીના દફતરમાંથી મળી શકી નથી. પેઢીએ તથા દરબારશ્રીએ મુંબઈ સરકારને કરેલ અરજીઓને હેતુ શત્રુંજય ગિરિરાજ ઉપરને પિતપતાનો માલિકીહક સાબિત કરવાને જ હતો એ સ્પષ્ટ છે.
મુંબઈ સરકારે મિ. કેન્ડીના વિસ્તૃત અહેવાલ સાથેના મિ. જે. બી. પીલના પત્રમાં તથા ઉપર સૂચવેલ બધી સામગ્રીમાં થયેલ રજૂઆતને ધ્યાનમાં લઈને તા. ૧૬-૩-૧૮૭૭ના રેજ એક ઘણું જ અગત્યને ઠરાવ કર્યો હતો જેની અસર એટલી વ્યાપક પ્રમાણમાં થઈ હતી કે અત્યારે પણ કઈ કઈ સંજોગોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એને લીધે શ્રાવક કેમના અથવા આ પેઢીના પર્વત ઉપરના અધિકારની તેમજ એની પવિત્રતાની રક્ષા થઈ શકે છે. આ ઠરાવ નં. ૧૬૪૧ છે.
આ ઠરાવમાં મુંબઈ સરકારે મિ. ઈ. ટી. કેન્ડી તેમજ જે. બી. પીલે કરેલી ભલામણોને ધ્યાનમાં લઈને, તેમજ એ અંગે પાછળથી થયેલી બધી જ અરજીઓ ઉપર વિચાર કરીને પાલીતાણા રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ગિરિરાજ શત્રુંજય ઉપરની, ગઢની અંદરની તેમજ ગઢની બહારની જમીન અંગે જે ઝઘડા પ્રવર્તે છે તેને કાયમી નીવેડે આવી જાય અને ભવિષ્યમાં પણ આવો કેઈ ઝઘડે ઊભે થવા ન પામે એ માટે નીચે મુજબ પાંચ કલમને ફેંસલો આ હતો: ' “૧. ગઢની અંદરના ભાગમાં ઠાકોર સાહેબને હક ફક્ત પિોલીસને લગતાં કામ પૂરતું જ રહેશે. ગઢની અંદર આવેલ ટ્રકમાં નવું દેરાસર બાંધવા માટે તેઓ કઈ પણ જાતનું પૈસાનું વળતર માગી શકશે નહીં.
૨. અત્યારે પહાડ ઉપર જે મકાને વિદ્યમાન છે તેના હકને બાધ ન આવે એ રીતે પર્વતના કેઈ પણ ભાગને ઉપયોગ શ્રાવક કેમના સિદ્ધાંતની વિરુદ્ધ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org