________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
સ. ૧૮૪૪ એટલે કે સને ૧૭૮૮ પછી જૈનો અને રાજ્ય વચ્ચે મુખ્યત્વે યાત્રિકો પાસેથી વધારે પૈસા મેળવવાની રાજ્યની દાનતને કારણે કઈક ને કઈક નાના મોટા ખટરાગ ઊભા થવા લાગ્યા હશે. પણ આ અરસામાં પાલીતાણાના રાજવી પેાતાને સવે સર્વા ગણીને અને શત્રુંજય તીર્થ ઉપર પેાતાના પૂરેપૂરો અધિકાર હોવાનુ માનીને પેાતાને ફાવે તે રીતે યાત્રિકા સાથે વર્તાવ કરતા હશે અને એમને એમ કરતાં રોકી કે ટોકી શકે એવી અથવા એમની સામેની ફરિયાદ સાંભળે એવી કાઈ સત્તા તે વખતે અસ્તિત્વમાં ન હતી; એટલે સરવાળે જૈનોને પાલિતાણા રાજ્યની આવી બધી કનડગત મૂગે માઢે અને લાચાર બનીને અરદાસ્ત કરી લેવી પડતી હશે. પરિસ્થિતિ એવી હતી કે આની સામે કુદરતી સહાય મળવા જેવા અનુકૂળ સંયેગા જૈનોને માટે ભા થવા
પામ્યા હતા.
આ સમય ભારતમાં અંગ્રેજી રાજસત્તાની શરૂઆતના સમય હતા. અને ધીરે ધીરે એ વિદેશી રાજસત્તાના પગપેસારે દેશની ચારે દિશામાં વધતા જતા હતા અને ભારતવાસીઓના હાથમાંની રાજસત્તા ક્રમેક્રમે આથમતી જતી હતી. આ સત્તાપલટાના એક આનુષગિક પરિણામરૂપે કાઠિયાવાડમાં પણ નવી રાજકીય પરિસ્થિતિ સર્જાવા પામી હતી. આનુ' સ્પષ્ટ અને નિશ્ચયાત્મક પરિણામ સને ૧૮૦૮ માં થયેલ કલ વોકરના સેટલમેન્ટ રૂપ આપ્યું હતું. એના અનુસ ́ધાનમાં સને ૧૮૨૦ની સાલમાં કાઠિયાવાડમાં બ્રિટિશ અમલની એજન્સીનું થાણું સ્થપાયું હતું. અને કાઠિયાવાડનાં બધાંય રજવાડાંઓ એક યા બીજા રૂપમાં, એજન્સી સરકાર (બ્રિટિશ સલ્તનત) સાથે સકળાઈ ગયાં હતાં.
આ વખતે પાલીતાણા રાય, જો કે વડોદરા રાજ્ય સાથે તેના ખડિયા તરીકે સંકળાયેલું હતું, એ માટે એણે વાદરા રાજ્યને વાર્ષિક રૂ. ૮૦૦૦/- ની ખંડણી પણુ ચૂકવવી પડતી હતી. અને છતાં પાલીતાણા રાજ્ય એજન્સી દ્વારા રક્ષિત રાજ્ય તરીકેના દરજ્જો પણ ભાગવતું હતુ'. આના લીધે પાલીતાણા રાજ્યના બ્રિટિશ રાજ્ય સાથેના સંબંધ કાયદેસર રીતે ગાયકવાડ રાજ્ય સાથેના સઅધ કરતાં કંઈક વધારે ઘનિષ્ઠ થવા પામ્યા હતા.
જૈનોની ષ્ટિએ પાલિતાણા રાજ્યની આ પરિસ્થિતિ તદ્દન નવા પ્રકારની તેમજ પાલિતાણા રાજ્ય સાથેના જૈનોના ઝઘડાના નિકાલમાં વિશેષ ઉપકારક કે અસરકારક થઈ શકે એવી સજાઈ હતી, એટલે સને ૧૮૨૦ પછી પાલિતાણા રાજ્ય અને પેઢી વચ્ચે અથવા જૈનો વચ્ચે જ્યારે જ્યારે ઝઘડાના પ્રસ`ગે ઊભા થવા પામ્યા ત્યારે ત્યારે પાલિતાણા રાજ્યને નામપૂરતી ફરિયાદ કરીને એ ફરિયાદના ફૈસલા જ્યારે પણ પેાતાને પ્રતિકૂળ લાગે ત્યારે એજન્સીને ફરિયાદ કરીને દાદ માગવાનુ` જૈનોને માટે અથવા પેઢીને માટે ઘણું સુગમ થઈ પડ્યું હતુ. સને ૧૯૨૦ પછીના લગભગ બધા ઝઘડાએ સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org