________________
oxo
છે. પ્રસ્તાવના
8
-૭૭૭
ભગવાને બતાવેલ ધર્મ દાન-શીલ-તપ-ભાવ રૂપ છે અને ભાવધર્મની નિષ્પત્તિ માટે જ દાનશીલ-તપ ધર્મ સેવાય છે અને ભાવ ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે અને તે ભાવધર્મની નિષ્પત્તિ અર્થે જ શ્રાવકો અને સાધુઓ સંયોગ અનુસાર સદા અનિત્યત્વ આદિ બાર ભાવનાઓ કરે છે અને ચિત્તની વિશુદ્ધિ અર્થે મૈત્રી આદિ ચાર ભાવનાઓ કરે છે જે પ્રસ્તુત ગ્રંથમાં ૧ વર્ણન કરેલ છે માટે કલ્યાણના અર્થી જીવોએ દઢ પ્રયત્નપૂર્વક હૈયાને સ્પર્શે અને ચિત્ત તે તે ભાવોથી ભાવિત થાય તે રીતે પ્રસ્તુત ભાવનાઓ ભાવવી જોઈએ. તેમાં સહાયક થાવ તે આશયથી પ્રસ્તુત ગ્રંથ રચાયેલ છે, જેના ભાવનથી ચિત્ત ઇન્દ્રજાળ જેવા ભવપ્રપંચથી વિમુખ થઈને શાંતરસમાં જવા સમર્થ બને. પ્રસ્તુત શાંતસુધારસમાં સોળ ભાવનાનું વર્ણન કરવામાં આવેલ છે.
પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪