Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
સમ્રાટું સંપ્રતિ આ પ્રમાણે જાણું તેણે પ્રભુને પ્રાર્થના કરી કે “હે પ્રભુ! આપ મારી પર અનુગ્રહ કરવા કલિપત એવી ગોચરી માટે પધારે. ” એવામાં દૈવયોગે કેઈએ આવી ઇક્ષુ(શેરડીને રસ)થી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. જાતિસ્મરણ જ્ઞાનથી નિર્દોષ ભિક્ષા દેવાની વિધિને જાણનાર શ્રેયાંસકુમારે પ્રભુને કહ્યું કે-“હે ભગવંત! આપ આ કપનીય રસ ગ્રહણ કરો.”
પ્રભુએ અંજલી જેડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું એટલે ઇક્ષુરસને ઘડો લઈને શ્રેયાંસે હસ્તમાં ખાલી કરવા માંડ્યો. ભગવાનના હસ્તપાત્રમાં ઘણે રસ સમાય પરંતુ શ્રેયાંસનાં હદયમાં હર્ષ સમાયે નહીંપ્રભુએ ઈશ્નરસથી પારાણું કર્યું તે સમયે આકાશમાં દેવદુંદુભી નાદ પ્રભુનાં પારણાનાં સૂચનરૂપે થયે, આકાશમાંથી રત્નોની વૃષ્ટિ થઈ અને તે દિવસ–વૈશાક શુદ ૩ વરસીતપનાં પારણા તરીકે એટલે અક્ષય તૃતીયા તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામે. તે દિવસથી વષીતપને મહિમા આજ સુધી ચાલુ છે અને હજાર જેનો દર વર્ષે વૈશાક સુદ ૩ ના દિવસે વષીતપનું પારણું શત્રુજ્ય અથવા તે વિનીતા ઊકે અયોધ્યા નગરીમાં જઈ કરે છે ને આદીશ્વર દાદાની બહુ વિધિપૂર્વક પૂજા આદિ કરી મહોત્સવ પૂર્વક તે દિવસને મહાન મંગળકારક પર્વ તરીકે ઉજવે છે.
જે સમયે પ્રભુ રૂષભદેવે દીક્ષા લીધી તે સમયે નમિ અને વિનમિ નામે તેમના બે પુત્રો તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા ત્યાંથી પાછા આવતાં તેઓ પિતાના પિતાને સાધુ તરીકે એક ધયાને તપશ્ચર્યા કરતા જોઈ ચિંતવવા લાગ્યા કે-“રૂષભનાથ જેવા અમારા સમર્થ પિતા આજે અનાથની પેઠે આ સ્થિતિને કેમ પામ્યા? તેમને પહેરવાનાં ઝીણું વસ્ત્રો ક્યાં? અને આ ભીન્ન લેકોને યોગ્ય વલ્કલ વસ્ત્ર ક્યાં? શરીર પર લગાડવાને અંગરાગ ક્યાં ? અને આ પશુને યોગ્ય પૃથ્વીની રજ ક્યાં ? હસ્તિનું આરોહણ ક્યાં ? અને પાળાની જેમ પગે ચાલવું ક્યાં?... આવી રીતે ચિંતવી, પિતાને પ્રણામ કરીને સર્વ હકીકત પૂછી પણ પ્રત્યુત્તર ન મળતાં તેઓ અત્યંત દુઃખી થવા લાગ્યા. તેઓએ પિતાના પિતાશ્રીને અતિશય વિનંતિ કરી છતાંયે ઉગ્ર તપશ્ચર્યા અને ધ્યાનમગ્ન રહેલ રૂષભદેવજીએ કાંઈ જવાબ આપે નહીં. આ સમયે પ્રભુના દર્શનાર્થે કચ્છ અને મહાકછ નામના બે વિદ્યાધરો આવેલા તેમણે અતિશય આજીજી કરતાં આ બે રાજકુમારેને જોઈ પૂછયું કે-“હે રાજકુમારો ! આપ કેણ છે અને આટલી બધી આજીજી કેમ કરો છો?” ત્યારે તેમણે જવાબ આપે કે-આ રૂષભદેવજી અમારા પિતાશ્રી થાય છે અને અમો પરદેશ ગયા તે અરસામાં રાજ્યની વહેંચણી અમારા બીજા ભાઈઓને કરી આપી અને ટળવળતા રાખ્યા છે જેથી અમારી સ્થિતિ અત્યારે અનાથ જેવી થઈ છે. અમે અમારા પિતાશ્રીને અમને લાયક દેશે આપની અરજ કરીએ છીએ, છતાંયે તેઓ મન ધારી બેઠા છે એટલે અમને મહાદુઃખ થાય છે. તેમાં ય અમારા સમર્થ નાથને આ રીતે ઉપવનમાં તપશ્ચર્યા કરવાનું