Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
યુગાદિ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ તે કાળથી અત્યાર સુધીમાં જંગલમાં અને પર્વતેની ગુફાઓમાં અનેક પ્રકારે અઘેર તપશ્ચર્યા કરનારા તાપસની ઉત્પત્તિ થઈ છે.
લગભગ બાર મહિના સુધી ઉગ્ર તપશ્ચર્યા કરતાં રૂષભદેવજી અનાર્ય દેશમાં મનપણે નિરાહારીપણે વિચરતા હતા. એક સમયે ગજપુરનગર જે બાહુબળજીના પુત્ર સોમપ્રભ રાજાની રાજધાનીનું શહેર હતું ત્યાં શ્રેયાંસ નામના કુમારે સ્વનામાં એવું જોયું કે ચારે તરફ કાંઈક શ્યામ રંગના દૂધથી પિતે સુવર્ણગિરિ એટલે મેરુપર્વતને દૂધના ઘડાથી અભિષેક કર્યો છે. તે જ માફક સુબુદ્ધિ નામના શેઠને પણ એવું સ્વપ્ન આવ્યું કે શ્રેયાંસકુમારે સૂર્યથી વિખરાયેલા સહસ કિરણે પાછા સૂર્યમાં આરોપણ કર્યા તેથી સૂર્ય અતિ પ્રકાશમાન થયા. સોમયશા રાજાએ એવું સ્વપ્ન જોયું કે ઘણા શત્રુઓથી ઘેરાયેલ કઈ રાજાની પિતાના પુત્ર શ્રેયાંસે રક્ષા કરી.
આ પ્રમાણે એક જ દિવસે આવેલા અતિ મહત્વતાભર્યા સ્વપ્નવૃતાંત રાજ્યદરબારમાં ચર્ચાયા છતાં તેને કોઈ નિર્ણય કરી શકયું નહીં, પરંતુ તે જ અવસરે ભિક્ષા માટે રૂષભદેવજીએ નગરપ્રવેશ કર્યો અને નગરીના લોક પ્રભુને નીહાળી હર્ષઘેલા થયા. કેઈએ તેમની સન્મુખ અમૂલ્ય રત્ન, વસ્ત્રાલંકારે, રાજકન્યાઓ તથા હસ્તી અને ઘોડાઓ સાથે પાકાં આમ્રફળ ધરી પ્રભુને તે સ્વીકારવાનું કહ્યું, પરંતુ જે ત્યાગી પુરુષને આ વસ્તુઓ ત્યાજ્ય હોય તેને તેથી શું ? કેઈપણ સ્થળે કોઈપણ વસ્તુ તરફ નજર ન ફેરવતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ નિર્દોષ-કહિપત ગોચરી માટે ઘેર ઘેર ફરવા લાગ્યા.
નગરજનોના કોલાહલનો પાર નહોતો. કારણે પ્રભુનાં બાર માસ સુધીનાં નિરાહારપણાને સે જાણતા હતા. પ્રભુની કાયાની દુર્બળ સ્થિતિ જોઈ નગરજનો દુઃખી થવા લાગ્યા. આ સમયે આ સમાચાર રાજ્યમહેલમાં રહેલ યુવરાજ શ્રેયાંસને તરત જ મળ્યા. તે તરત જ ગોવાળ જેવી રીતે ગાય પછવાડે જાય તેવી રીતે પિતાના પદને વિચાર કર્યા વિના પગે ચાલતો પ્રભુની પાછળ દોડ્યો. પ્રભુના ચરણમાં આવી, પ્રપિતામહના ચરણરજને મસ્તકે ચઢાવી, ઊઠી, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુનાં મુખકમળનું જ અવલોકન કરવા લાગ્યું.
આ વેશ મેં ક્યાંક જે છે?” એમ ચિંતવતા તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણ જ્ઞાન” ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થયું. પછી તેણે જ્ઞાનના બળે પિતાને પૂર્વભવ જે. પૂર્વે “પૂર્વ વિદેહક્ષેત્રમાં ભગવંત જાનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેને સારથી હતો. તે ભાવમાં સ્વામીનાં વજસેન નામે પિતા હતા તેમ જ આવા તીર્થકરનાં લક્ષણવાળા જોયા હતા. વજાનાભે વજસેન તીર્થકરનાં ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ તેમની સાથે દીક્ષા લીધી હતી. તે સમયે વજસેન અરિહંતના મુખેથી મેં સાંભળ્યું હતું કે “આ વજાનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થકર થશે.” સ્વયંપ્રભાદિકના ભમાં તેમની સાથે ગમન કર્યું છે. તેઓ હાલ મારા પ્રપિતામહપણે વર્તે છે તેમ જ આજે મહાભાગ્યોદયે તેમને મેં દીઠા.”