Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
યુગાદિ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ આ કાળમાં અડતાલીસ ગાઉ લાંબી અને છત્રીશ ગાઉ પહોળી એવી કુબેર મહારાજે બનાવેલ દેવતાઈ સામગ્રીથી ભરપૂર વિનીતા નગરીમાં જંગલમાં વીખરાયેલ સર્વે યુગલિયાઓ આવીને વસ્યા. પિતાના આસ સંબંધીઓ સાથે નાભિરાજા પોતે એક વિભાગમાં આવીને વસ્યા જે વિભાગ રાજ્યમહેલના વિભાગ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. બાદ નજદીકના એક વિભાગને રાજ્યવ્યવસ્થાપક કચેરી વિભાગ તરીકે જુદો પાડી ત્યાં રાજ્યવ્યવસ્થાપકેની ઑફિસો બનાવી. ત્યાં ન્યાયાધીશ તરીકે ખૂદ અવારનવાર રૂષભદેવજી પોતે દંડનાયક પાસે આવી કેવી રીતે ન્યાય ચૂકવવો તેની રાજ્યનીતિ સમજાવતા.
તેવી રીતે જેલખાનાંઓ અને લશ્કર માટે ખાસ અલગ વિભાગો બનાવવામાં આવ્યા હતા. પછી રૂષભદેવે જાતે હાજર રહી અસી કહેતાં શસ્ત્રવિદ્યા, યુગલિયાનાં એક વિભાગને શીખવી તેમને સુસજ્જિત લશ્કરી બનાવ્યા. આ રીતે તેમણે લુવારની વિદ્યા પણ ચાલુ કરી.
ખેતીવાડીના અંગે અનાજ કેવી રીતે પકવવું, તેને કઈ રીતે સાફ કરવું તેની રીત જાતે યુગલિયાઓને સમજાવી એક વિભાગને તે માર્ગે વા. (કૃષી)
યુગલિયાને એક વિભાગ કે જે કાંઈક સંસ્કારી અને સમજુ દેખાય તેને વેપારી વણિક બનાવી, તેને ધનના ભંડારોથી ભરપૂર દુકાનદારી સોંપી, તેમાં કઈ રીતે ન્યાયી વેપારથી ધનસંચય થાય તે શીખવી તોલ તથા માપ વગેરેની સમજ આપી. (મસી)
હવે બાકીના જડબુદ્ધિ વિભાગને ઉપલા ત્રણ વિભાગોની ચાકરી અને આજ્ઞાપાલન કરવાનું કાર્ય સંપી તેમને સેવક બનાવ્યા. આ રીતે નિરુદ્યાગી યુગલિયાઓને ઉદ્યમે લગાડી રૂષભદેવે જગતને વ્યવહાર માર્ગ ચાલુ કર્યો.
આંખના પલકારાની જેમ દેવી સહાયતાથી રૂષભદેવ દ્વારા પિતાની થયેલ ઉન્નતિને જોઈ યુગલિયાઓ એવા તો હર્ષાન્વિત થયા કે જેથી તેઓ રૂષભદેવને પ્રભુ તુલ્ય માનવા લાગ્યા ને તે સમયથી રાજ્યમાં કેઈ પણ સ્થળે ટંટા-બખેડા અથવા તે યુગલિયાઓનું જંગલીપણું દેખાયું નહીં.
આ સમયમાં આ યુગલિયાઓ રૂષભદેવની દોરવણીથી ટૂંક સમયમાં એવા તો સંસ્કારી અને સુવ્યવસ્થિત અલંકારવિભૂષિત ઉદ્યમી બન્યા કે જેના ગે રૂષભદેવના દરબારમાં હાથી, ઘેડા અને પાયદળનું સુવ્યવસ્થિત લશ્કર એવું તો સુંદર રીતે સુશોભિત તૈયાર થયું કે જેના પરિણામે ભારત અને બાહુબળ જેઓ રૂષભદેવ મહારાજાના પુત્ર હતા તેમના વચ્ચે બાર-બાર વર્ષ સુધી ચાલેલ ઘેર સંગ્રામમાં આ સુવ્યવસ્થાની ખાત્રી જગતને થઈ એટલું જ નહી પરંતુ સ્વર્ગીય દેવી-દેવતાઓએ પણ તે સુવ્યવસ્થિત યુદ્ધનાં મુક્તકંઠે વખાણ કર્યા. ત્યારથી વર્તમાન કાળ સુધી લશ્કરની વ્યવસ્થા માટેનું પ્રથમ માન રૂષભદેવના જ્ઞાનને અને ભારતને ઘટે છે.