________________
[૧૧] સાગર સમાજના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા
(૭) અંગ, મગધના પૂર્વમાં બંગાલને માની તેને અનાર્ય માની શ્રી શિખરજીના તીર્થની અનાર્યતા મનવનાર પણ કેવા ચતુર હશે તે સમજાવવા કેશશ કરવી પડશે ? 98
( તંત્રી) તા.ક. વાચકોએ ધ્યાન રાખવું કે શ્રી સિદ્ધચક્રપેપર શાસ્ત્રીય હકીકત સિવાય આઘાતનીતિને કેઈપણ વ્યકિત માટે કોઈપણ દિવસ અમલ કરતું નથી.
[ પ્રવચનકારે નિયમિત મુદતની વાતને ઉસૂત્ર કહી પછી યિમિત મુદતની વાત પરીક્ષા માટે ન જણાવતાં સામાન્ય પરીક્ષા શબ્દની હયાતિ જણાવી તે શોભાસ્પદ નથી જ આવશ્યકની ટીકાને અર્થ આગ્રહથી જુદે જ કરેલ છે તે વાત શ્રી મલયગિરિજીની વૃત્તિ તથા વિશેષાવસ્યકની બન્ને ટીકાઓથી સાબિત થઈ શકે છે એમ અમને જણાવાયું છે, અને તેથી તે આવશ્યક છે તેની ટીકાને આધારે છ માસની પરીક્ષા આવે તેમ નથી.
(ત ત્રી)
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૯ ૧૯૯૨ મહા સુદ ૧૫ પૃ ૧૧૩-૧૪ એ
વાચકોને ૧ જૈનપ્રવચનની શરૂઆતથી અત્યાર સુધીમાં સંપાદકના નામે અને સંપાદક તરફથી જે અંકે બહાર પડયા હોય તે આચાર્યદેવશ્રીએ કરેલા આહ્વાનસ્વીકારના નિરૂત્તરપણાને પ્રતાપે જ છે. વ્યાખ્યાનના અત્યાર પહેલાં તે સંપાદક માત્ર પ્રકાશક રહેતા અને હવે વ્યાખ્યાનના લેખમાં સંપાદક થયા, તેથી જ પાને પાને ઘણી વખત પ્રવચનકાર મહાત્મા એ પદ શેઠવાયું, આહાનના અંકમાં તેમ હતું જ નહિ.
૨ આહ્માનવાળા પ્રવચનમાં ત્રીજા પુરૂષ તરીકે સંપાદકને વચમાં નાખ્યા નહોતા, પણ અસ્મત તરીકે જ સ્વતંત્રપણે હતું. હજુ પણ ઉપાધ્યાય રામવિજ્યજીયે મુદત, સ્થાન અને મધ્યસ્થાને નિર્ણય જાહેર કરે જરૂરી છે, પણ વચમાં સંપાદકને ઘુસેડ નહિ.
૩ આચાર્યદેવશ્રીએ જણાવેલા પક્ષ પ્રતિપક્ષ વ્યાજબી હતા તે તેઓને પસંદ ન હોય તે મધ્યસ્થ કહે તે પ્રમાણે કરવાનું અમે લખ્યું છે છતાં કેમ કબુલ કરતા નથી? તેઓ કાર્યદશામાંથી કારણદશામાં જઈને પ્રતિજ્ઞા કરાવવા ધારે છે તે હું જ છે. નયસારના મુદ્દા ઉપર તેઓએ આકાલ ને પાઠ આગળ કરી અનાદિથી દરેક તીર્થકરે નયસારની માફક પરોપકારી જ હોય છે એમ સ્પષ્ટપણે જણાવ્યું પણ તેવપુરવહુ માનિન એ વિગેરેથી પકડાયા પછી જ તેઓ કારણદશામાં ચાલ્યા ગયા અને ખોટી રીતે છટકી જવા માગ્યું, માટે કાં તે નયસારની માફક અનાદિથી પરોપકારિતા સાબીત કરવી કાં તે શાસ્ત્ર અને આચાર્યદેવશ્રીની આશાતના કર્યાનું પ્રાયશ્ચિત લેવું.