Book Title: Sagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Author(s): Narendrasagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 306
________________ સાગર સમાચન સંગ્રહ યાને આગમોદ્વારકની શાસનસેવા [૨૯]. માનવાનું નકકી ન કરે ત્યાં સુધીમાં બીજા પંચાંગને આધારે પર્વ તિથિ કે તિથિની હાનિ - વૃદ્ધિ કરેલી માનવી તે સંઘની આજ્ઞા બહારનું કામ છે. એટલું જ નહિ પરંતુ સંઘમાં સ્થાને સ્થાને ઝઘડા કરાવનારૂં છે. એ કંઈપણ સજજનને કબુલ કર્યા વગર ચાલશે નહિ. આ સાલના જોધપુરી પંચાંગમાં ચકખી રીતે ભાદરવા સુદ ૫ ને ક્ષય છે એટલે બીજી તિથિને તે વખતે ક્ષય માનવે એ સઘઆ જ્ઞાની વિરૂદ્ધ હોવા સાથે ફાટકુટ અને | કલેશ કરાવનાર છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે - જૈન સંઘ, દેશ - દેશાંતરે રહેલે છે તે પણ પંચાંગ જોધપુરી માને છે. કારણ કે- જે એમ ન માને તે એક જ આચાર્ય વિગેરેને પકખી – પકખી વચ્ચે, માસી-માસી વચ્ચે અને સ વત્સરી – સંવત્સરી વચ્ચે ક્ષેત્રભેદ થવાથી આંતરાનો ભેદ થઈ જાય અને શા સુમાં કહેલ કાળમર્યાદાનું ઉલંધન કરવાનું થાય ! માટે આચર્યભેદે કે ક્ષેત્રભેટે જૈનસંઘે પંચાંગ ફેરવવાનું નહિ રાખતાં એક જ જોધપુરી પંચાંગ, સર્વક્ષેત્રે સર્વ આચાર્યોએ માનવાનું રાખેલું છે અને તે પંચાંગમાં ભાદરવા સુદ ૫ ને ક્ષય છે તે એ કકસ છે ૨ જૈન શાસનમાં ગણિતના હિસાબે જોતિષ્કમાં પતિથિને શ્ય આવે અને લોકિક પંચાંગના હિસાબે વૃદ્ધિ પણ આવે; તે પણ જૈન શાસનને અનુસરનારાઓ પર્વતથિના ક્ષય ની વખતે પતિથિની આરાધનાને ઉડાવવા માગતા નથી. તેમજ લૌકિક પંચાંગના આધારે વૃદ્ધિ વખતે પવંતિથિના અનુષ્ઠાનો બેવડાવવા પણ માંગતા નથી. અર્થાત્ મામમાં અને વર્ષમાં જે જે પર્વતિથિઓ નિયત છે તે તે પર્વતિથિઓને ઉઠાવ્યા ? વગર કે બેવડી કર્યા વગર માનવાને તૈયાર છે અને તેથી જયારે જ્યારે ટીપણામાં પતિથિને ક્ષય આવે છે ત્યારે ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિ કે - જે ઉદયવાલી હોય છે; છતાં પણ તેને ક્ષય માનવામાં આવે છે. ૩ કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે- જોધપુરી પંચાંગને પકડી રાખવાથી તેમાં પાંચમને ક્ષય હોવાથી ત્રીજને ક્ષય કરવો પડે અને તેથી સંવત્સરી તથા પાંચમ બંને ઉદય વગરના માનવા પડે અને પર્યુષણની આઠેય તિથિઓમાં ગરબડ થાય ! માટે અમે જોધપુરી પંચાંગ છેડી દઈએ છીએ છીયે આવું કહેવાવાળાઓ પણ શાસનને અવળે માગે જ દેરી રહ્યા છેઆ વાત સમજવા માટે બીજા પૂરાવા ઘણા છે છતાં પણ ગ્રન્થસ્થ એક પૂરા તેઓએ જરૂર વિચારવા યે ગ્ય છે. તzતરંગિણીમાં ખરતરે જયારે ચૌદશને ક્ષય હોય તે પુનમના દિવસે ચૌદશ પર્વતિથિ હોવાથી “ચૌદશ’ કહી પકખી કરવા માગે છે. ત્યારે તેમને ઉત્તર દેતાં ગ્રંથકાર જણાવે છે કે- “જો તું એમ કરીશ તે

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312