________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૩] . ૫ શ્રી આવશ્યક હારિભદ્રીયવૃત્તિના રૂટ્યાલિકનારાક્ષ: આના અર્થમાં એક આદિ શબ્દનો અર્થ પ્રવચનકાર બરાબર કર્યો નથી એમ ખરૂં ? અને પરીક્ષાની વાત બે આદિશબ્દને હોવાથી આવી શકે નહિં એમ ખરૂં ?
૬ ભગવાન મહાવીર મહારાજ વખતે સોરઠ (જ્યાં સિદ્ધાચલજી છે તે) અનાર્ય હતું કે ત્યાં સાધુને વિહાર હેતે એ મહારાજ આત્મારામજીનું કથન સાચું હતું ? આ વગેરે મુખ્ય વાતને આપ બબર વિચાર કરી ઉત્તર આપશે કે જેથી મને કે વાચકને સંશય ન રહે એવી આશા અસ્થાને નથી.
તા.ક – આપમાંથી ત્રણ આચાર્યો પત્ર દ્વારા પણ નિર્ણય કરી જણાવશે તે પણ અમોને સ્વીકાર્ય છે. એકઠા થવાની શક્યતાને સવાલ ન રહે માટે આ લખ્યું છે ત્રણ અમદાવાદમાં જ છે. એકાદ આચાર્ય અશકત હોય તે ચારે મળીને નવા નીમી
શકશે.
પ્રવચનના સંપાદકને - ૧ શ્રી સિદ્ધચક્રના અંકે અનિયમિત નીકળે છે તે સાચું છે.
૨ પૂજય પાંચ આચાર્યોને સત્યાસત્યને નિર્ણય તો આગલ સેપે જ હતે હમણું તે આ આચાર્ય મહારાજાઓને હારૂં અસત્ય પક્ષને અંગે લખવું થતું હોય તે જણાવવા વિનતિ કરી છે.
૩ જેમ તમારે ત્યાંથી આજીજીની જરૂરીયાત અસત્ય સમજાવવામાં જણાવાય છે. તેમ જે પૂજ્ય આચાર્યો તરફથી જણાવશે તે તેમ કરવામાં પણ મને અસત્યથી બચી જવા માટે હરકત જેવું નથી
૪ પૂજ્ય પાંચ આચાર્ય મહારાજાએ તમારે કબુલાતના અને ચર્ચા ઉપાડવાના લેખને હારી અસત્ય જણાવવાની વિનતિના સ્વીકારવામાં આડે નહિજ લાવે એવી હારી ખાતરી છે
૫ જેઓને તટસ્થ તરીકે જણાવવાને માટે જાહેર વિનંતિ કરવી હોય તેઓને પહેલેથી ખાનગી પત્ર વ્યવહારને પાત્ર બનાવવા એ રીત અન્યને જ મુબારક રહે.
૬ જે પક્ષને અંગે મેં લખ્યું છે, તેમાં સત્ય શિવાય બીજું છે જ નહિં એવી ખાતરીથી મેં વિનંતિ લખી છે. છતાં કદાચ કઈ હઠ પકડે એમ સંપાદકને જણાવ્યું હોય તે મુરબ્બી આચાર્યો આ સેવકને જણાવી શકે છે, પણ મુરબ્બી આચાર્યો તેને રસ્તે કહાડી શકશે એમ હું માનું છું.