________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગોદધારકની શાસનસેવા [૨૬૫] પ રામટોળી શિવાયના કેઈએ પણ આજના પંચાંગમાં પર્વતિથિ કે પવનંતર પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ લખ્યાં નથી તેમ માન્યા પણ નથી, માટે શાસ્ત્ર, શાસન કે પરંપરાને અનુસરનાર શાસન પ્રેમિવર્ગમાં તે કેઈપણ પર્વાન્તર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ માનતા હતા અને માનતા પણ નથી. તથા મટોળી તરફથી ભદ્રિક દ્વારા અનેક ધમપછાડા કરીને તેને પ્રચાર કરવામાં આવે તે પણ માનશે જ નહિ, હકીકતે જો રામશ્રીકાંતેનું હૃદયચક મર્યાદામાં હશે તે જરૂરજ સમજશે I૧૫૬૮ (વી રામ-શ્રીકાંતે)
૬ કેન્ફરન્સ એ એક ગતકાણ અને ઝેરીલી વસ્તુ છે અને અસંકરણીય છે. માટે જે શ્રી સંઘને ઉન્નતિને માર્ગે જવું હોય તે ભારતીય શ્રીસંઘ જેવી સંસ્થા સ્થાપીને ચલાવે અને તેમાં નીચેના ઠરાવે અનુત્થાપ્ય અને અચર્ચા તરીકે પાસ કરે. "
૧ ભગવન જીનેશ્વર મહારાજના પંચાંગીયુકત શાસ્ત્રને માનવા. ૨ શ્રી જિમૂ આદિ માતેય ક્ષેત્રો સંબધી જે રૂઢિ છે તેને માનવી
૩ શ્રાવક અને શ્રાવિકાવર્ગની વ્યાવહારિક ઉન્નતિ આદિની જ ચર્ચા કરવી. કરાવે કરવા કે અમલ કરે આ યોજના જે સંસ્થાને ભેદ કે મતભેદને સ્થાન આપ્યા શિવાય કરવામાં આવશે તે જૈન કોમની ઉન્નતિ સાધી શકાશે ૧પ૬ લા (મુંબઈ સ )
ક ક ા . સિદ્ધચક વર્ષ ૮ અંક ૧૭-૧૮ સં. ૧૯૯૬ જે. . ૧૫-૦)) સમાલોચના
૧ શ્રી હીરસૂરિજી આદિ બે પુનમ કે બે અમાવાસ્યા હોય ત્યારે અગર બે અગ્યારસ હોય ત્યારે બીજી પુનમ કે અમાવાસ્યાને અગર બીજી અગ્યારસને ઔદયિકી એટલે ઉદયવાળી કહે છે અને મનાવે છે. અર્થાત એમ કહીને પહેલી પુનમ અમાવાસ્યાને અગર પહેલી અગ્યારસને ઉદયવાળી માનવી નહિ એમ સ્પષ્ટ કરે છે. એટલે પહેલી પુનમ અમાવાસ્યા તથા અગ્યારસને પુનમ, અમાવાસ્યા કે અગ્યારસપણે કહેવાય નહિ; પરંતુ પૂર્વની અપર્વ તિથિપણે એટલે તેરશ કે દશમપણે કહેવાય એમ સ્પષ્ટ છે અને એ જ પ્રમાણે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારે શ્રી સંઘ માને છે અને કહે છે.
આમ છતાં રામટોળીના શ્રી લધિ-વિક્રમ નવીન હીરપ્રશ્નમાં ટીપે છે કે- “તે ઔદયિકીને નિશ્ચય પહેલાના અનૌયિકીપણા માટે નથી, પણ ઉદયાસ્ત વ્યાપ્તિના નિષેધ માટે છે પરંતુ તે એમ જે જણાવે છે તે બેઠું છે. કેઈપણ શાસ્ત્રકારે કે જૈનમતવાળાએ ઉદયાસ્ત વ્યાપ્તિવાળી તિથિને માનવાનું રાખ્યું નથી, તેમ ઉદાસ્તવાળી તિથિને માનવી નહિં એવું કઈ કહેતું પણ નથી ! એ ટીપવું તે શાસ્ત્ર અને પરંપરાને લેપવાની બુદ્ધિને જ આભારી છે. ૧૫૭૦ ૩૪