________________
સાગર સમાલોચન સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૨૯] ૩ બુધવાર પક્ષ તરફથી આગળ મુંબઈ સમાચારમાં આવ્યું તે પણ ઉચિત શબ્દો શિવાયનું જ લખાણ થયું છે તે તેમની ઈર્ષ્યાગ્નિને જણાવનારૂં છે અને સ્પષ્ટપણે તે કથીર શાસનના કાંધીયા, ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃધ્ધિએ ત્રીજની ક્ષય વૃધિ ન થાય એવું સાબિત કરવાને એક અંશે પણ તૈયાર નથી એવું સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે. કારણ કે તેમાં કહ્યું છે કે-મુંબઈ આવવું થાય છે અને ચર્ચા થાય તે પણ નિર્ણય થયે નહિં ગણાય.
૪ તે બુધવારીયાના ઉપાધ્યાયન તે રૂબરૂ ચર્ચામાં લાભ નથી એવી કાયમ ધારણ વાળા છે એમ ખુલ્લું થયું છે. જો કે ચેલે જ આપવામાં તે તે પણ કાંધીયાની માફક શૂરા જ હતા.
૫ જે મહાનુભાવને જુઠ કલંક દેનારની અધમતાની કટિમાંથી નીકલવા માટે સજજડ લખવામાં આવ્યું તે પણ પિતાની વાતને સાબીત કરવા પ્રયત્ન કર્યો નહિ અને મૌન જ સેવ્યું ! એવાનું નામ લઈ કથીર શાસનના પ્રભુ તંત્રી દ્વારાએ છુટવા માગે છે એ યોગ્ય નથી જ એક પણ વખત કથીરશાસના પ્રભુએ નથી તે ચેલેન્જ ઝીલી અને નથી તે ચેલેંજ ઝીલી ત્યારે ઉભા રહયા. એ કથીર શાસનના તંત્રી સમજયા હતા તે ખોટું ન લખત. હજુ પણ તંત્રી તેમને પાલીતાણે લાવી મુદત મધ્યસ્થ આદિ સાથે સર્વ મતભેદ બાબત પ્રતિજ્ઞાપત્ર બહાર પડાવી શકે છે
તા.ક. ભૂતકાળની વાતે અમે અત્યારે તાજી કરવાના જ નહોતા; પરંતુ કથીર..ના તંત્રીએ એમ કરવા ફરજ પાડી છે.
(કથીર...)
સિદ્ધચક વર્ષ ૬ અંક ૧૫ સ. ૧૯૯૪ વૈશુ. ૧૫ સમાલોચના
* ૧ “કા વાક્યથી વિરોધનું ઉદ્દ્ભાવન મહોપાધ્યાયજીએ ખરતર સામે કરેલું નથી; કિંતુ ખરતરે એ મહેપ થાયણ સામે કરેલું છે એટલું પણ જેને સમજાયું નથી તેના ખુલાપત્રની કિંમત જ શી ? ખરતરો તેરસે ક્ષીણ પાક્ષિક કરતા જ નથી અને મહાપાધ્યાય ચૌદશના ક્ષયે તેરશને ચૌદશ જ છે એમ કહેવાનું કહે છે એટલે ગૌણપણે પણ તેરશ માનવાની ના કહે છે માટે વિરોધ વવાય છે. આ વસ્તુ સમજાય અને મનાય તે બુધવારીયાઓને પરંપરા અને શાસ્ત્ર એ બંને ઉડાવવાં પડે નહિ અને તટસ્થતા, અનુભવ તથા ખુલાપણું લાજે નહિ.
૨ બીજના ક્ષયે બારશના ક્ષયને નિષેધ કરવા એકમ સાથે જોડેલ બીજના નામે ભેળસેળીયા બની શાસ્ત્ર પરંપરા ન ઉઠાવાય.