________________
૪૭
અર્થ :- ભવ્ય જીવોને ચિંતામણિરત્ન સમાન, (નિકટ) ભવ્ય જીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, છ જીવનિકાયના રક્ષક, સમાન બોધવંતના ભાઈ, મોક્ષાભિલાષિના સાર્થવાહ, ષદ્ભવ્ય તથા નવતત્ત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યાં છે બિંબ જેમનાં, અષ્ટકર્મનો નાશ કરનારા એવા ચોવીશે તીર્થંકરો જયવંતા વર્તો ! જેમનું શાસન કોઈથી હણાય નહીં તેવું છે. ૧
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લખ્મઈ || નવકોડિપિં કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ || સમણહ કોડિ સહસ્સેદુઅ, થુણિજ્જઈ નિચ્ચવિહાણિ ॥૨॥
અર્થ :- અસિ, મષી અને કૃષિકર્મ જ્યાં વર્તે છે એવા કર્મ ભૂમિના ક્ષેત્રોને વિષે; પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસો
૧. અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રીએ ચોવીશે તીર્થંકરની મણિમય પ્રતિમા સ્થાપન કરેલ છે. તે દરેક તીર્થંકરોની પોતપોતાની કાયાના માપે પ્રતિમા છે, સૌની નાસિકા સરખી લાઈનમાં છે. બેઠકની પાટલી ઉંચી-નીચી છે.
૨. ૫ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહની પૂર્વ-પશ્ચિમની મળી ૧૬૦ વિજય એમ ૧૭૦ ઠેકાણે એકેક તીર્થંકર ઉત્કૃષ્ટ કાળે હોય. આ અવસર્પિણીમાં શ્રી અજિતનાથ સ્વામીના વારે તે પ્રમાણે હતા.