________________
૩૭૫
અર્થ :- હે સ્વામી ! તમોને (સ્વામીપણાએ) પ્રાપ્ત થયેલા પ્રાણીઓ, ઘણી પ્રૌઢતાવાળા એવા પણ તમોને હૃદયમાં ધારણ કરવા છતાં અત્યંત હલકાપણાએ કરીને (બીલકુલ ભાર વિનાના હોય તેમ) ભવસાગરને શીઘ્રપણે કેવી રીતે તરે છે ? એ આશ્ચર્ય છે. અથવા નિશ્ચે મહાન્ (ત્રણ જગતને વિષે ઉત્તમ) પુરુષોનો પ્રભાવ ચિંતવવા યોગ્ય નથી. અર્થાત્ તમે અતિગરિષ્ઠ એટલે ઘણા ભારવાળા છતાં બીલકુલ ભાર વિનાના હલકા હોય તેમ તમોને હૃદયમાં ધારણ કરીને ભવસમુદ્રને તમારા આશ્રિતો જલદીથી તરી જાય છે એ આશ્ચર્ય છે, કેમકે વધારે ભાર તે તરવાને અસમર્થ થાય, આ પ્રમાણે શંકા કરીને તેનું સમાધાન કરે છે કે- મહાન્ પુરુષોનો પ્રભવ એવો છે કે તે મનવડે પણ ચિંતવવા યોગ્ય નથી. કેમકે તે ઘણા ભારવાળાને પણ પોતાના પ્રભાવથી સર્વથા ભાર રહિત હોય તેમ તારે છે. ૧૨.
૧૩.
ક્રોધસ્ત્વયા યદિ વિભો ? પ્રથમં નિરસ્તો, ધ્વસ્તાસ્તદા બત કથં કિલ કર્મચૌરાઃ ?; પ્લોષત્યમુત્ર યદિ વા શિશિરાડપિ લોકે, નીલઙ્ગમાણિ વિપિનાનિનકિંહિમાની અર્થ :- હે પ્રભુ ! તમારા વડે જે ક્રોધ પ્રથમ જ નાશ કરાયો છે તો આશ્ચર્ય છે કે કર્મરૂપી ચોરો નિશ્ચે કેવી રીતે હણાયા ? અથવા આ લોકને વિષે શીતળ પણ હિમસમૂહ, નીલા વૃક્ષવાળા વનખંડોને શું નથી બાળતો ? અર્થાત્ ક્રોધ વિના કર્મરૂપ ચોરને તમે હણ્યા તે મોટું આશ્ચર્ય છે એમ શંકા કરીને સમાધાન કરે છે
૧. યદિ સમાધાન અર્થમાં વપરાય છે, આ પ્રમાણે દરેક ઠેકાણે સમજવું. ૨. મહહિમં = હિમાની.