________________
૪૧૪ અર્થ - શ્રી સંઘ, જગત, દેશ, રાજારૂપ અધિપતિઓ અને રાજાના રહેવાના સ્થાનોનાં તેમજ ધર્મસભાના સભ્યો અને નગરના મ્હોટાપુરુષોનાં નામ ગ્રહણ કરીને શાન્તિની ઉદ્દઘોષણા કરવી. ૪.
શ્રીશ્રમણ-સંઘસ્ય શાન્તિર્ભવતુ, શ્રીજનપદાનાં શાન્તિર્ભવત, શ્રીરાજાધિપાનાં શાતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ; શ્રીપૌરમુખાણાં શાન્તિર્ભવતુ, શ્રી પીરજનસ્થ શાન્તિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્યશાન્તિર્ભવતુ, ૐ સ્વાહા 5 સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
અર્થ :- શ્રી શ્રમણ સંઘને શાન્તિ થાઓ, દેશોને શાન્તિ થાઓ, રાજારૂપ અધિપતિઓને શાન્તિ થાઓ, રાજાના રહેવાના સારાં સ્થાનોને શાન્તિ થાઓ, ધર્મસભાના સભ્યજનોને શાન્તિ થાઓ, નગરના મુખ્ય જનોને શાન્તિ થાઓ, નગરના લોકોને શાન્તિ થાઓ; સમસ્ત જીવલોકને શાન્તિ થાઓ. ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથ પ્રભુને સ્વાહા એટલે આ કુમકુમ, ચંદન, વિલેપન, પુષ્પ, અક્ષત, ધૂપ અને દીપ વગેરે પૂજાનાં સાહિત્યો શ્રી પાર્શ્વપ્રભુને સંતોષને માટે હો.
૧. પુરમુખાણાં ઇતિ પાઠાન્તરે. આ પદ પછી “શ્રી ગચ્છાધિપાનાં શાનિર્ભવત ગચ્છના અધિપતિ (આચાર્યો)ને શાન્તિ થાઓ.” એ પદ ટીકાકારે આપેલ છે. શ્રી પરિવારસ્ય શાન્તિર્ભવતુ એ પદ પણ ટીકામાં છે.
૨. અહીં સ્નાત્રના આરંભને વિષે જે પ્રભુનું સ્નાત્ર કરવાનું હોય તેમનું નામ લેવું જોઈએ પરંતુ તેમ નહિ કરતાં અહીં પાર્શ્વપ્રભુનું નામ સૂચવ્યું છે. વળી લોકોમાં પાર્શ્વપ્રભુ વિશેષ પ્રાભાવિક હોવાથી તેમનું નામ ગ્રહણ કર્યું છે.