Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 448
________________ ૪૪૫ અસત્ય - સિવાય. વોસિરામિ - ત્યાગ કરૂં છું. અણાભોગેણં - અણજાણતાં. | પોરિસિં-પહોર દિવસ ચડે ત્યાં સુધી. સહસાગારેણ - સહસાત્કારે. | સાઢપોરિસિં- દોઢ પહોર સુધી. મહત્તરાગારેણંોટા લાભને અર્થે. | પચ્છકાલેણે - વખતની ખબર સવસમાહિત્તિયાગારેણં - સમાધિ નહિ પડવાથી. નિમિત્ત ઔષધાદિ કારણે. | દિસામોહેણું દિશાનો વિપર્યાસ થવાથી. છે જેને વિષે તે પ્રત્યાખ્યાન. અથવા પરલોકપ્રતિ=પ્રત્યે આત્રક્રિયાયોગાળે શુભાશુભ ફળનું કથન છે જેને વિષે તે પ્રત્યાખ્યાન આ પચ્ચકખાણ મૂળ ગુણરૂપ અને ઉત્તર-ગુણરૂપ એવા બે ભેદે છે. મૂળગુણ પચ્ચકખાણના બે ભેદ છે-દેશથી અને સર્વથી, તેમાં સર્વથી મૂળગુણ પચ્ચકખાણ પાંચ મહાવ્રતરૂપ, તે સાધુને હોય, અને દેશથી મૂળગુણ પચ્ચકખાણ પાંચ અણુવ્રતરૂપ તે શ્રાવકને હોય. સર્વથી ઉત્તરગુણ પચ્ચકખાણ પિંડવિશુદ્ધિ પાંચ સમિતિ, બાર ભાવના, બારપ્રકારનો તપ, બાર પ્રતિમા અને અભિગ્રહ વગેરે અનેક પ્રકારે છે; તે સાધુને હોય અને દેશથી ઉત્તર ગુણ પચ્ચકખાણ અનાગતાદિ દશ પ્રકારનું યથાયોગ્ય રીતે હોય, દશ ભેદ આ પ્રમાણે છે-૧ અનાગત પચ્ચકખાણ (પર્યુષણાદિ પર્વમાં ગુરૂ, ગ્લાન વગેરેનું વૈયાવચ્ચ કરવાને કારણે અગાઉથી અઢમાદિ તપ કરે તે) ર અતિક્રાન્ત (પર્યુષણ પર્વમાં વૈયાવચ્ચાદિ કારણે તપ ન થયો હોય તો પછીથી કરે તે) ૩ કોટિસહિત (ચૌવિહાર ઉપવાસાદિ પચ્ચકખાણ કર્યું હોય તે પુરૂં થતાં તેવું જ બીજું પચ્ચકખાણ ફરીથી કરે તે) ૪ નિયંત્રિત (પુષ્ટ, નિરોગી કે ગ્લાનપણે ગમે તેમ હોય તો પણ અમુક દિવસે અમુક તપ કરીશ એવો અગાઉથી નિયમ લઈ ધારેલ દિવસે કરે છે, આ પચ્ચકખાણ પહેલા સંઘયણવાળા દશ પૂર્વી જિનકલ્પીને હતું. હાલ વિચ્છેદ થયું છે.)પ અનાગાર (આગાર રાખ્યા વિના પચ્ચકખાણ કરે તે.) ૬ સાગાર (આગાર સહિત) ૭ નિરવશેષ (ચાર પ્રકારના આહાર અને અણાહારી વસ્તુનું પચ્ચકખાણ કરે તે) ૮ પરિમાણ કૃત (દત્તિ, કવળ કે ઘરની સંખ્યા ધારે તે.) ૯ સાંકેતિક (સંકેત એટલે અંગુઠાદિ ચિત વડે કરી પચ્ચકખાણ ધારે તે) ૧૦ અદ્ધા પચ્ચકખાણ (કાળના પરિમાણવાળું પચ્ચકખાણ તે અદ્ધા પચ્ચકખાણ,) તે નમુક્કારસી આદિ દશ ભેદે છે જે આ પુસ્તકમાં સવિસ્તાર આવશે, આ પચ્ચક્ખાણના ૧૪૭ ભાંગા છે. તે સામાયિકવ્રતના ૪૯ ભાંગા અગાઉ

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466