________________
४४७ પચ્ચકખાઈ ચઉવિલંપિ આહારં, અસણં, “પાણે, ખાઈમ, સાઈમ, “અન્નત્થણાભોગેણં, કર્યા પછી પોરિસી આદિ પચ્ચકખાણ થાય પણ તે વિના થાય નહિ અને જો કરે તો તે પોરિટી આદિક કાળસંકેત રૂપ જાણવો. નવકારસીનો બે ઘડીનો કાળ છે. તે રાત્રિ ભોજનનો દોષ નિવારવા તીરણરૂપ જાણવો. નમુક્કારસહિયના પચ્ચકખાણમાં મહત્તરાગારેણં અને સવ્વસમાવિત્તિયાગારેણં એ બે આગાર લેવા નહિ. એકલી નવકારસીનું પચ્ચકખાણ લેવાથી બે ઘડી પછી પચ્ચકખાણ પારતાં વાર લાગે તેટલો કાળ ફોગટ અવિરતિપણે જાય માટે સાથે મુક્રિસહિય પચ્ચકખાણ પણ લેવામાં આવે છે અને તેથી તે પચ્ચખાણમાં આગાર ચાર કહેવામાં આવે છે.
૨. ગુરૂ આદિ પચ્ચકખાણ આપતા હોય ત્યારે તેઓ અહીં પચ્ચખાઈ પદ કહે અને લેનારે તે વખતે પચ્ચકખામિ કહેવું.
૩. ભૂખ શમાવવાને સમર્થ એવું કોઈ એક દ્રવ્ય હોય તો આહાર અથવા લવણાદિકની પેઠે મિશ્રણ થવાથી સુસ્વાદ આપે જેથી કાદવ જેવી અસાર વસ્તુને પણ સુધાતુર છતો ખાઈ જાય તે આહાર જાણવો.
૪. શીધ્ર ભૂખ શમાવે તે અશન-મગ, ભાત, સાથવો, રોટલી, રોટલા, પુડલા, પ્રમુખ, દૂધ, દહીં, માખણ, ઘી પ્રમુખ, ખાજાં, દહીંથરાં, પ્રમુખ, પકવાન્ન, સૂરણ પ્રમુખ કંદ, ફલ, ફૂલ, શાક વગેરે જાણવાં.
૫. પીવા યોગ્ય પદાર્થો તે પાન કુવા પ્રમુખનાં પાણી, છાસની આછ, કેરડા, જવ, કાકડી પ્રમુખના ધોયણ અને મદિરા પ્રમુખ જાણવાં.
૬. જે ખાવાથી થોડી તૃપ્તિ થાય તે ખાદિમ. સેકેલાં ધાન્ય, ફળ, મેવા પ્રમુખ જાણવા.
૭. સ્વાદ-લહેજતદાર લેવા માટે ખવાય અથવા જેના સ્વાદમાં પ્રથમ ખાધેલા આહારાદિનો સ્વાદ લય પામે તે સ્વાદિમ. સુઠ, જીરૂ, અજમો, પીપર, મરી, એલચી, લવીંગ પ્રમુખ તથા ચૂરણ કે ગોળીમાં નાંખેલ ગોળ પ્રમુખ અને તંબોળાદિ જાણવા.
૮. આ આગારમાં કહેલ અન્નત્થ એ પદ બીજા દરેક આગારમાં લાગુ પડે છે. એટલે જે આગારો (છૂટ) કહ્યા તે સિવાયનું મારે પચ્ચકખાણ છે. અનાભોગ એટલે વિસ્મરણ, અર્થાત્ કાર્ય-વ્યગ્રતાદિક કારણે અજાયે લીધેલ