________________
૪૨૨
કુક્કડપાયપસારણ, અતરંત ૫મજ્જએ ભૂમિ. ૨. સંકોઇઅ સંડાસા, ઉવįતે અ કાયપડિલેહા; દન્વાઇઉવઓગં, ઊસાસનિરુંભણાલોએ.
અર્થ :- સંથારાની આજ્ઞા આપો ! (ગુરુ મહારાજ આજ્ઞા આપે એટલે) હાથને ઓશીકું કરીને ડાબા પડખે. કુકડીની પેઠે આકાશમાં પગ પ્રસારવાને અસમર્થ છતો જમીનને પુંજે (પુંજીને ત્યાં પગ રાખે) અને ઢીંચણો સંકોચીને સૂવે અને પાસુ ફેરવતાં શરીરનું પડિલેહણ કરે. વળી જાગવું હોય ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે (તેમ છતાં નિદ્રા ઉડે નહિ તો) શ્વાસોશ્વાસ રૂંધીને (નિદ્રા દૂર કરવાને જતા આવતા લોકોને) જુએ. ૨-૩.
૧.
જેમ કુકડી ઊંચા પગ રાખીને સુવે છે તેની માફક સાધુને સુઈ રહેવું જોઈએ અને તેમ સુવાને અસમર્થ હોય તો પછી જમીન પુંજીને પગ નીચે રાખે. ૨. દ્રવ્યાદિનો ઉપયોગ એટલે દ્રવ્ય થકી, હું કોણ છું સાધુ કે ગૃહસ્થ ? એમ વિચારે. ક્ષેત્ર થકી, હું ઉપર છું કે નીચે ? એમ વિચારે. કાળથકી, રાત્રિ છે કે દિવસ ? એમ વિચારે. ભાવ થકી મને લઘુશંકા વગેરેની બાધા છે કે નહિ ? એમ વિચારે.
૩. નિદ્રા દૂર થયા પછી લઘુશંકાદિ બાધા ટાળવા દ્વારા પુંજીને બહાર જાય ત્યાં ચોરાદિનો ભય હોય તો એક સાથે બે જાય, તેમાં એક બારણામાં ઉભો રહે અને બીજો લઘુશંકાદિ બાધા ટાળે. શિકારી જનાવરોનો ભય હોય તો એક સાથે ત્રણ જાય, તેમાં એક બારણામાં ઉભો રહે, બીજો શરીરની બાધા ટાળે અને ત્રીજો તેની પાસે ૨ક્ષપાળ તરીકે ઉભો રહે, જો લઘુશંકાદિ બાધા ટાળનારને વધારે વાર થાય તો બારણામાં ઉભો રહેલ સાધુ પોતાને સ્થાને બીજા સાધુને ઉભો રાખીને પોતે તે બાધા ટાળનાર પાસે જઈને જગાડીને તેડી લાવે. પછી ઇર્યાવધિ પ્રતિક્રમીને સૂક્ષ્મ આનપ્રાણ (શ્વાસોશ્વાસ) લબ્ધિવાળા જે મુનિ હોય તે ચૌદ પૂર્વ સુધીનો પાઠ કરે, તેવી શક્તિના અભાવે શક્તિ મુજબ ઓછું ઓછું ગણે, ઓછામાં ઓછી ત્રણ ગાથા ગણે તેટલી પણ ગણવાને અશક્ત હોય તો પછી સૂઈ રહે.
ઓઘનિયુક્તિ