Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 442
________________ ૪૩૯ અર્થ :- હે સ્વામી! મારું આયુષ્ય શીઘ જાય છે. પણ પાપની બુદ્ધિ જતી નથી. મારૂં વય (અવસ્થા-ઉંમર) ગયું પણ વિષયની વાસના ગઈ નહિ, વળી ઔષધની વિધિમાં પ્રયત્ન કર્યો પણ ધર્મને વિષે યત્ન કર્યો નહિ, એ કારણથી મોટા મોહવડે મારી વિડંબના (કષ્ટ) થઈ. ૧૬. નાત્મા ન પુણ્ય ન ભવો ન પાપં, મયા વિટાનાં કટુગીરપીયમુ; આધારિ કર્ણ ત્વયિ કેવલાર્ક, પરિસ્ફટે સત્યપિ દેવ? હિમામ્. ૧૭. અર્થ - હે દેવ! આત્મા (પરમાત્મા) નથી, પુણ્ય નથી, ભવ (પુનર્જન્મ) નથી અને પાપ નથી, એ પ્રકારે વિષયલુબ્ધ જનોની કડવી વાણી, કેવળજ્ઞાનવડે સૂર્ય સમાન (અથવા કેવળજ્ઞાનરૂપ સૂર્યસમાન) એવા તમે અતિપ્રકટ છતે પણ મેં કાનને વિષે ધારણકરી (સાંભળી) માટે મને ધિક્કાર હો! ૧૭. ન દેવપૂજા ન ચ પાત્રપૂજા, ન શ્રાદ્ધધર્મશ્ચ ન સાધુધર્મ; લધ્વાડપિ માનુષ્યમિદં સમસ્તે, કૃત મયાડરણ્યવિલાપતુલ્યમ્. ૧૮. અર્થ -મેં દેવની પૂજા ન કરી, વળી સુપાત્રની પૂજા ન કરી, શ્રાવકધર્મ ન પાળ્યો. વળી સાધુધર્મ ન પાળ્યો, આ મનુષ્યજન્મ પામીને પણ મેં બધું અરણ્યમાં કરેલ વિલાપ તુલ્ય કર્યું. ૧. અધારિ ઇતિ વા આધારિ પાઠમાં આ ડું ઉપસર્ગ લાગેલો છે.

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466