________________
૩૬૩
પોતાયમાનમ્ - વહાણતુલ્ય. અભિનમ્ય - નમસ્કાર કરીને.
જિનેશ્વરસ્ય - જિનેશ્વરનાં. સુરગુરુઃ - બૃહસ્પતિ. ગરિમામ્બુરાશેઃ - મહિમારૂપી મહાસાગરનું.
વિભુઃ - સમર્થ. સુવિસ્તૃતમતિઃ - વિસ્તાર પામેલી છે બુદ્ધિ જેની એવા. વિધાતું - ક૨વાને. તીર્થેશ્વરમ્ય - તીર્થંકરનું.
કમઠસ્મય - કમઠના અહંકારને. ધૂમકેતોઃ - ધૂમકેતુ સમાન.
સ્તોત્રં - સ્તવન.
આપો છો ? આચાર્યે કહ્યું કે- જેણે મનથી નમસ્કાર કર્યો છે તેને. આથી રાજાએ સંતોષ પામી ક્રોડ સોનૈયા આપવા માંડ્યા. તે આચાર્યે નહિ લેતા ધર્મકાર્યમાં વ૫રાવ્યા. વળી એક વખત ચાર શ્લોક લઈને રાજદ્વારે ગયા, ત્યાં રાજાને પૂછાવ્યું કે તમને મળવા માટે એક ભિક્ષુ હાથમાં ચાર શ્લોક લઈને આવ્યો છે, તે આવે કે જાય ? રાજાએ કહેવરાવ્યું કે દશ લાખ સોનામહોર અને ચૌદ હાથી આપવા છતાં તેને આવવું હોય તો ભલે આવે. અગર પાછા જાય. પછી આચાર્યે રાજા પાસે જઈ અનુક્રમે ચાર શ્લોક કહ્યા, તેથી ખુશ થઈને રાજાએ અનુક્રમે એકેક દિશાનું રાજ્ય આપવાનો સંકલ્પ કર્યો, પણ આચાર્યે તે નહીં લેતા “હું જ્યારે આવું ત્યારે મારો ધર્મોપદેશ સાંભળવો' આટલું જ માંગી લીધું. એકદા આચાર્ય મહાકાળના મંદિરમાં શિવપિંડિકા ઉપર પગ રાખીને સૂતા. ત્યાં ઘણા લોકોએ ઉઠાડ્યા છતાં ન ઉઠ્યા, તેથી લોકોએ રાજા પાસે જઈ હકીકત નિવેદન કરી. રાજાએ બળાત્કારે હાંકી કાઢવાને ફરમાવ્યું, તેથી રાજપુરુષો તેમને ચાબુકના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ તે પ્રહાર તેમને નહિ લાગતાં રાજાઓની રાણીઓને લાગવા માંડ્યા, અત્યંત કોલાહલ થવાથી રાજા આશ્ચર્ય પામી મહાકાળના મંદિરમાં આવ્યા, ત્યાં આચાર્યને ઓળખ્યા અને પૂછ્યું કે મહાદેવ પૂજ્ય છે છતાં તેના મસ્તકે તમે પગ કેમ રાખ્યા ? આચાર્યે કહ્યું કે મહાદેવ તો બીજા જ છે, જેની હું સ્તુતિ કરીશ. તે તમે સાવધાનપણે સાંભળો, કહી કલ્યાણમંદિર સ્તોત્ર કરવા માંડ્યું. અગ્યારમો શ્લોક બોલતાં પૃથ્વીકંપ થયો. ધુમાડો નિકળ્યો અને શિવલિંગ ફાટીને ધરણેન્દ્ર સહિત પાર્શ્વનાથ મહારાજની તેજસ્વી પ્રતિમા પ્રગટ થઈ, આચાર્યે સ્તોત્ર