________________
૩૭૨
અર્થ :- હે જિનેન્દ્ર ! તમો જોવાયે છતે (તમારું દર્શન થવાથી) મનુષ્યો ભયંકર ઉપદ્રવના સેંકડો (સેંકડો ઉપદ્રવે) વડે; જેમ સ્કુરાયમાન તેજ (પ્રતાપ-બળ) વાળો સૂર્ય (અથવા રાજા અગર ગોવાળ) જોવાયે થકે પલાયન કરતા (નાશી જતા) ચોરોવડે પશુઓ શીઘ્ર મૂકાઈ જાય છે. તેમ શીઘ્રપણે મુકાઈ જાય છે. અર્થાત્ તમારા દર્શનથી સેંકડો ઉપદ્રવો તત્કાળ નાશ પામે છે. ૯.
ધ્યાન માહાત્મ્ય.
ત્વ તારકો જિન ! કથં ? ભવિનાં ત એવ, ત્વા-મુદ્દહન્તિ હૃદયેન યદુત્તરન્તઃ; યદ્વા નૈતિસ્તરતિ યજ્જલ-મેષ નૂન-, મન્તર્ગતસ્ય મરુતઃ સ કિલાનુભાવઃ ૧૦. અર્થ :- હે જિનેન્દ્ર ! તમે પ્રાણીઓના તારનારા કેવી રીતે છો ? જે કારણ માટે સંસારસમુદ્રને ઉતરતા એવા તેઓ (પ્રાણીઓ) જ તમોને હૃદયવડે વહન કરે છે, અથવા તે યુક્ત છે. ચામડાની મસક નિશ્ચે પાણીમાં તરે છે, તે આ પ્રત્યક્ષ અંદર રહેલ વાયુનો જ નિશ્ચે પ્રભાવ છે.
૧૦.
૧. સંસારસમુદ્રને ઉતરતા પ્રાણીઓ તમોને હૃદયમાં ધારણ કરે છે તેથી તમો તારનાર કેવી રીતે હોઈ શકો ? કેમકે વાઘ (વહન થનાર) વહન (વહન ક૨ના૨)માં વાહક હોય તે તારક છે એટલે નાવમાં બેઠેલ પુરુષ નાવનો તારક નથી. આ પ્રમાણે શંકા કરીને સ્તોત્રકાર પોતે જ સમાધાન કરે છે કે પાણીની મસકમાં રહેલ વાયુ જેમ મસકને તારે છે તેમ તમે પ્રાણીઓના હૃદયમાં વહન કરાયે છતે (ધ્યાન કરાયે છતે) તેઓને તારો છો.