________________
૩૫૧
છત્રત્રય પ્રાતિહાર્ય વર્ણન છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત,મુચ્ચે સ્થિતં સ્થગિત-ભાનુકર-પ્રતાપ; મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભે, પ્રખ્યાપયત્રિજગતઃ પરમેશ્વરત્વમ્. ૩૧.
અર્થ:- હે પ્રભુ! ચંદ્ર સરખું મનોહર (અથવા ઉજ્વળ) ઊંચે રહેલું (તમારા મસ્તકે ધારણ કરાયેલું), ઢાંકી દીધો છે સૂર્યના કિરણોનો પ્રતાપ (તેજ અથવા સંતાપ-પીડા) જેણે એવું, મોતીના સમૂહની રચના વડે વિશેષે વૃદ્ધિ પામી છે શોભા જેની એવું અને ત્રણ જગતના પરમેશ્વરપણા (અધિપતિપણા)ને જાણે પ્રકર્ષે કરીને જણાવતું હોય નહિ! તેવું તમારૂં છત્રત્રય વિશેષ શોભે છે. ૩૧.
ઉન્નિદ્ર-હેમ-નવપંકજ-પુંજ-કાન્તિ -
પર્યુલસન્નખ-મયૂખ-શિખાડભિરામૌ; ૧. ત્રણ છત્ર. ૨. એ ત્રણ છત્ર એમ સૂચવે છે કે - આ ભગવંત ત્રણ જગતના સ્વામિ છે, કેમકે અન્ય રાજા-મહારાજાઓને એક છત્ર હોય છે અને ભગવંતને ત્રણ છત્ર છે આ ૩૧મા શ્લોક પછી પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ભામંડલ અને દેવદુંદુભિ એ ચાર અતિશયના વર્ણનવાળા ચાર કાવ્યો સ્તોત્રકારે બનાવ્યાં હતાં પરંતુ તેમાં વર્ણવેલ યુગાદિ દેવની સ્તુતિના આકર્ષણથી ચકેશ્વરીનું આસન કંપતું હતું. તેથી તે ચાર કાવ્યો ગોપવ્યાં છે એમ કહેવાય છે. અહીં દિગંબરોએ ગંભીરતારરવપૂરિદિગ્વિભાગ ઇત્યાદિ ચાર કાવ્યો નવીન બનાવીને ગોઠવ્યાં છે.
૩. અહીં કાન્તિ શબ્દના છે કારને દીર્ઘ કરીને એવો અર્થ પણ કરાય છે - “વિકસિત સુવર્ણના નવ કમળના સમૂહની કાન્તિવાળાં' એવાં ચરણો.