________________
૧૭૫
૪૮. પોસહનું પચ્ચક્ખાણ' કરેમિ ભંતે ! પોસહં, આહારપોસહં દેસઓ સવ્વઓ, સરીરસક્કાર-પોસહં સવ્વઓ, બંભર્ચ૨-પોસહં સવ્વઓ, અવાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ દિવસ અહોરાં પજ્જુવાસામિ ॥
૧. આ સૂત્ર વડે પોસહનું પચ્ચક્ખાણ લેવાય છે. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાલવું-સેવન કરવું, એમ બંને પ્રકારે થાય છે. તેથી આહારપોસહં એટલે આહારનો ત્યાગ કરવા રૂપ પોસહ કરું છું એમ અર્થ થાય છે. તેવી જ રીતે સરીરસક્કાર પોસહં એટલે શરીરની શોભા ન કરવા રૂપ પોસહ કરું છું. એ બંને બાબત ત્યાગ કરવાની છે. બંભચેરપોસહં અને અવ્વાવારપોસહં એટલે બ્રહ્મચર્યને પાળવારૂપ અને અવ્યાપાર (મન, વચન અને કાયાના સાવદ્ય યોગ અકરણરૂપ)ને પાળવારૂપ પોસહ કરું છું. એમ બંને પદનો અર્થ પાલન કરવાનો થાય છે. સામાયિક અને પોસહમાં ત્રણ કાળ સંબંધી પચ્ચક્ખાણ થાય છે તે આ પ્રમાણે કરેમિ પદ વડે વર્તમાન કાળે સાવદ્ય યોગનો ત્યાગ કરવા રૂપ પચ્ચક્ખાણ થાય છે. તસ્ય પદ વડે અતીતકાળે (ભૂતકાળે) કરેલાં સાવધ યોગનું પ્રતિક્રમણ થાય છે. અને પોસહમાં ઠામિ પદ વડે અનાગત કાળે બે બાબતનો ત્યાગ અને બે બાબતનું પાલન કરીશ એ પ્રકારનો (ધર્મની પુષ્ટિ આપે તે) પોસહ કરીશ એમ પચ્ચક્ખાણ કરાય છે.
૨. ભંતે એ પદના ભદંત (કલ્યાણકારી). ભયાન્ન (ભયનો અંત કરનાર) અને ભવાન્ત (ભવનો અંત ક૨ના૨) એવા ત્રણ અર્થ થાય છે, ભંતે એ પ્રકારે ભગવંતને આમંત્રણ ક૨વા વડે કરીને ગુરુકુલવાસનું સૂચન થાય છે. અર્થાત્ સાધુઓએ ગુરુનિશ્રામાં રહેવું અને ગૃહસ્થે ગુરુ મહારાજ પાસે સામાયિક ઉચ્ચરવું.