________________
૩૨૦ સુમુખ છંદ :- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું-લઘુ વાળા ચગણ બે, ટગણ, લઘુ અને ગુરુ; તગણ બે લઘુ અને ગુરુ; પગણ ટગણ, લઘુ અને ગુરુ, ચગણ બે, ટગણ, લઘુ અને ગુરુ એ પ્રમાણે ચાર પાદ અનુક્રમે જાણવા. સર્વ પાદમાં તેર તેર માત્રા હોય તે સુમુખ છંદ જાણવો.
વિઢિલસિત છંદ-તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું – બે લઘુ અને એક ગુરુ. બે લઘુ અને એક ગુરુ એમ દરેક પાદમાં હોય તે વિશુદ્વિલસિત છંદ જાણવો.
વેષ્ટક નામા છંદ :- પ્રથમનાં વેષ્ટકો કરતાં જુદો સમજવો, તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું-તગણ બે, ટગણ ચાર, તગણ, ટગણ, તગણ ત્રણ, લઘુ ગુરુ, પગણ બે, ટગણ બે અને ગુરુ બે હોય તે વેષ્ટક નામા છંદ જાણવો.
રયણમાલા છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું – પહેલા પાદમાં ટગણ અને બે ગુરુ એમ ચાર વખત આવે અને બાકીના પાદમાં સાત ટગણ અને અંતે બે ગુરુ હોય. પ્રત્યેક પાદ બત્રીસ માત્રાવાળો રયણમાલા છંદમાં હોય.
ક્ષિપ્તક છંદ - તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - પગણ ટગણ બે અને ગુરુ દરેક પાદમાં ક્ષિપ્તક છંદ હોય.
દ્વિતીય ક્ષિપ્તક છંદ :- લક્ષણ આ પ્રકારે જાણવું-અથવા રગણ, નગણ, રગણ, લઘુ અને ગુરુ પ્રત્યેક પાદમાં ક્ષિપ્તક છંદમાં જાણવા, આ ક્ષિપ્તક બીજો જાણવો. રથોદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય.
દીપક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું - ચાર પાદને વિષે યમક હોય એવો ક્ષિપ્તક છંદ (પ્રથમનો) તે દીપક છંદ જાણવો. એનું બીજું નામ મંઝિલ છંદ છે.