________________
૩૧૭
ગાથા છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું - સાત ટ ગણ (ચાર માત્રાવાળા) પછી એક ગુરૂ પ્રથમ અર્ધમાં આવે,
ત્યાં વિષમ ટ ગણમાં જગણ ( ડા) ન હોય, છઠ્ઠો ટગણ મધ્યમાં કગણ (ડ) વાળો હોય, બીજા અર્થમાં તો પાંચ ટગણ અને પછી છઠ્ઠો લધુ હોય, બાકીનું પહેલા અર્ધ પેઠે એટલે સાતમો ટગણ અને પછી ગુરૂ એ પ્રકારે ગાથા છંદ જાણવો.
શ્લોક છંદ - પાંચમો અક્ષર સર્વત્ર (ચારે પાદમાં) લઘુ, બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોય, છઠ્ઠો અક્ષર વળી ગુરૂ જાણવો એ પ્રકારે પંડિતો શ્લોક છંદ કહે છે.
માગધિકા છંદ:- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું-વિષમ (પહેલા-ત્રીજા) પાદમાં બે ટગણ અને સમ (બીજા-ચોથા) પાદમાં પગણ (છ માત્રા) અને ટગણ અને તે પછી સમ વિષમ બંનેમાં લઘુ કગણ, લઘુ કગણ આવે તેને માગધિકા છંદ જાણવો.
આલિગનક છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું. આલિંગનક છંદને વિષે બે લઘુ અને એક ગુરુ આવે, એવા છે ટગણ સર્વ પાદને વિષે આવે છે પણ એટલું વિશેષ છે કે પહેલું પદ ત્રીજાની સાથે અને બીજું પદ ચોથા સાથે યમકવાળું હોય.
સંગતક છંદ-તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું-લઘુ અક્ષરવાળા તગણ (પાંચ માત્રા) ચાર અને એક ગુરુ ત્રણ પાદને વિષે હોય; લઘુ તગણ બે, ટગણ બે, લઘુ તગણ અને અંત્ય ગુરુ ચોથા પાકને વિષે હોય, એ સંગતક છંદ અનુપ્રાસ સહિત હોય. સ્વરની વિવફા વિના એક બે ત્રણ અક્ષરના અંતરે એક વ્યંજન વારંવાર આવ્યા કરે તે અનુપ્રાસ જાણવો.
સોપાનક છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું - એક ગુરૂ અને લઘુવાળા ટગણ પાંચ અને ગુરૂ એમ તુલ્ય અક્ષરવાળા પદવડે હિત સોપાનક છંદ જાણવો. દરેક પદમાં ૧૬ અક્ષર છે.