________________
૯૮ અર્થ - તેત્રીશ આશાતના મધ્યથી જે કાંઈ મિથ્યાત્વભાવ રૂપ આશાતના થઈ હોય, તેણે કરીને, મન સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને, વચન સંબંધી પાપ તે રૂ૫ આશાતનાએ કરીને, શરીર સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને. ગુરુ પાસે આવેલા કોઈ ગૃહસ્થાદિને વશ કરી લેવા ગુરુ મહારાજ તેમને બોલાવે તે પહેલાં પોતે બોલાવી લે, તો ગુરૂઆશાતના લાગે. ૧૪ ભિક્ષાવૃત્તિથી આણેલા આહાર-પાણી પ્રમુખ ગુરુ મહારાજ પાસે જ પ્રથમ હાજર કરી દેવાં જોઈએ અને ગોચરી પણ ત્યાં જ આલોચવી જોઈએ, તેને બદલે તેમ નહિ કરતાં તે સંબંધી ઇચ્છા મુજબ વર્તતા એટલે ગુરુ પહેલાં ઉતાવળ કરી આવેલી ગોચરી કોઈ સાધુ જોઈ લે તેમજ તે બીજા સાધુ પાસે આલોવી લે, તો ગુરુ આશાતના લાગે. ૧૫ આવેલી ગોચરી ગુરુ પહેલાં બીજાને બતાવી દે તો દોષ લાગે. ૧૬ આવેલા આહાર-પાણી વાપરવા બીજાને નિમંત્રણ કરીને પછી ગુરુ મહારાજને નિમંત્રણ કરે તો તેથી અનાદર દોષ લાગે. ૧૭ ખાદ્ય-મધુર પદાર્થ ભિક્ષામાં આવેલો જાણી આપ ઈચ્છાએ ગુરુને પૂછ્યા વગર પોતાને ગમે તેને આપી દેવાથી આશાતના લાગે. ૧૮ સરસ નિગ્ધ પદાર્થ આવેલો હોય તો તે ગુર્નાદિકને નહિ આપતાં પોતે જ આરોગી જાય, તો ગુરુ આશાતના લાગે. ૧૯ ગુરુ મહારાજ સાદ કરી બોલાવે ત્યારે બહેરાની માફક કશો પણ ઉત્તર પાછો ન આપે, શૂન્યવત્ બેસી રહે તો દોષ લાગે. ૨૦ જયારે કોઈ વડીલ સાધુ સાદ કરે ત્યારે સામો થઈ જેમ આવે તેમ બોલે - “આ મારી કેડે લાગ્યા છે, મને જ દેખ્યો છે, આમની સાથે ક્યાંથી પનારે પડ્યા.' ઇત્યાદિક કટુ ભાષણ કરતાં દોષ લાગે. ૨૧ ગુરુ પાસે જઈ નમ્રપણે જવાબ દેવાને બદલે પોતાને આસને બેઠા બેઠા ઉત્તર આપવાથી ગુરુ આશાતના લાગે. ૨૨ શું કહો છો? શું છે? કહો ને? ઈત્યાદિક વિનયરહિત ભાષણ ગુરુ સાથે કરતાં આશાતના લાગે. ૨૩ કંઈ કામ કરવા ગુરુ મહારાજ શિષ્યને બોલાવે ત્યારે તોછડાઈ ભરેલી રીતે બોલે કે તમે જ કરોને, મને શા માટે કહો છો? અથવા તુંકારાદિ દેતાં ગુરૂઆશાતના લાગે. ૨૪ વાહ! અમને