________________
૧૩૬
મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુચધમો અ // “સમ્મદિઠ્ઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિં ચ ૪.
અર્થ - શ્રીઅરિહંત, સિદ્ધ ભગવાન, વળી સાધુ મહારાજો, મૃતધર્મ તથા ચારિત્ર ધર્મ એ મારે મંગલરૂપ છે. વળી સમ્યગૃષ્ટિ દેવતાઓ મને ધર્મને વિષે ચિત્તની સ્થિરતા તથા પરભવે સમ્યકત્વ (જિનધર્મની પ્રાપ્તિ) આપો. ૪૭
કયા કારણે પ્રતિક્રમણ કરવું? પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું | અસહણે આ તહા, વિવરીયપર્વણાએ આ૪૮.
૧. અહીં કોઈ શંકા કરે કે દેવો સમાધિ-બોધિ આપવાને સમર્થ છે કે નહિ? સમર્થ હોય તો સર્વને શા માટે નથી આપતા? અને અસમર્થ હોય તો પ્રાર્થના કરવી ફોગટ છે. કદાચ યોગ્યતાવાળાને જ આપે એમ કહેશો તો પછી બકરીના ગળાના આંચળની માફક તેમની પ્રાર્થના કરવે કરીને શું ? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે કે - સર્વત્ર યોગ્યતા એજ પ્રમાણ છે. પરંતુ જેમ ઘડો બનાવવાને માટીની યોગ્યતા છે ખરી, તો પણ કુંભાર, ચક્ર, ચીવર, દંડાદિક સર્વ તેનાં સહકારી કારણ છે. તેમ અહીં પણ ભવ્ય જીવની યોગ્યતા છતાં કુંભાર, ચક્રાદિ કારણની પેઠે બીજાની સહાયની જરૂર પડે છે. એટલે નડતાં વિપ્નોનું નિવારણ કરી દેવતાઓ સમાધિ-બોધિ આપી શકે છે માટે પ્રાર્થના કરવી યોગ્ય છે.
૨. આ ગાથાથી વ્રતધારી અને અવ્રતી સર્વ જીવોએ અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે.