________________
અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવર્ણ રસચ્ચાઓ | કાયકિયેસો સંલણયા ય બન્ઝો તવો હોઈ દો.
અર્થ - ચાર પ્રકારના આહારનો અલ્પ વા બહુ કાળ સુધી ત્યાગ તે અનશન. વસ્ત્ર-પાત્ર ઓછાં રાખવાં વા પાંચ સાત કોળીયા ઓછા જમવાતે ઊણોદરી. દ્રવ્યાદિનો સંક્ષેપતે વૃત્તિસંક્ષેપ.વિગઈ પ્રમુખ રસનો (રસલોલુપતાનો) થોડો વા અધિક ત્યાગ તે રસત્યાગ. કાયાને કષ્ટ પ્રમુખ આપવા-લોચ કરાવવા ઈત્યાદિ તે કાયફલેશ, વિષયાદિ ઉદીરવા નહિં તેમ જ અંગોપાંગ સંકોચી રાખવાં તે સંલીનતા. એ છ પ્રકારે બાહ્ય તપ છે. ૬
પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝાઓ / ઝાણું ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ છા
અર્થ - લાગેલા દોષનો ગુરુ પાસે પ્રકાશ કરી તેના નિવારણાર્થે ગુરુ જે આલોયણ આપે તે કરવી તે પ્રાયશ્ચિત્ત, જ્ઞાન તથા જ્ઞાનીનો વિનય કરવો તે વિનય તપ; ગુરુ પ્રમુખની આહારાદિકથી ભક્તિ કરવી તે વૈયાવચ્ચ; તેમજ વાચના, પૃચ્છના પ્રમુખ પાંચ પ્રકારથી અભ્યાસ કરવો, તે સ્વાધ્યાય; આર્ત તથા રૌદ્ર ધ્યાન નિવારી, ધર્મ અને શુકુલધ્યાનમાં પ્રવર્તવું તે ધ્યાન, કર્મક્ષય અર્થે કાયાને વોસિરાવવી તે કાયોત્સર્ગ, નિશ્ચયથી એ છ પ્રકારે અત્યંતર તપ છે. ૭