________________
02
વ્યામોહિત ન થવું તે અમૂઢદૃષ્ટિ, સમકિતધારીના અલ્પગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી તે ઉપભ્રંહણ, યોગ્ય જીવોને જિનધર્મમાં જોડવા તથા તે પામેલાને સ્થિર કરવા તે સ્થિરીકરણ; સાધર્મીકબંધનું અનેક પ્રકારે હિત ચિંતવન તે વાત્સલ્ય, અને અન્યદર્શનીઓ પણ જૈનશાસનની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે પ્રભાવના; આ આઠ લક્ષણો દર્શનાચારનાં જાણવાં. ૩
પણિહાણજોગજુત્તો, પંચહિં સમિઇહિં, તીહિં ગુત્તીહિં | એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્યો॥૪॥
અર્થ :- પ્રણિધાન યોગ અર્થાત્ એકાગ્ર-સાવધાનપણે કરી મન, વચન, કાયાના સર્વ યોગ ચારિત્ર પાળવાને વિષે યુક્ત એવો ચારિત્રાચાર તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ કરી આઠ પ્રકારનો છે એમ જાણવો. ૪
બારસવિહંમિવિતવે, સબ્મિતર-બાહિરે કુસલદિઢે । અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો ॥૫॥
અર્થ :- બાર પ્રકારના તપને વિષે પણ તે તપ આચાર (નિશ્ર્ચયથી) જાણવો. તે તપ આચાર દુર્ગંછાભાવ રહિતપણે તથા હું તપ કરું તો મારી આજીવિકા ચાલે એવા દોષ રહિત (તે બાર પ્રકારનો તપ,) છ અત્યંતર અને છ બાહ્ય એમ બાર પ્રકારથી તીર્થંકરોએ ઉપદેશ્યો છે. ૫