________________
શુધ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવા રૂપ શૌચ.
(૫) પોગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને માનસિક વૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરલતા.
(૬) પોગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુક્તિ. (૭) અનેક પ્રકારની પીગલિક લાલસાઓ અને એના સાધનો તેના ત્યાગરૂપ તપ. (૮) ઇન્દ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબુમાં રાખવા રૂપ સંયમ. (૯) અસત્યનો ત્યાગ અને હિત સાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવું સત્ય. (૧૦) શીલ અથવા તો સઘળાય વિષયોથી પર થઇ કેવલ આત્મરમણ કરવા રૂપ બ્રહ્મચર્ય.
(૧૧) વિકલ્પ રૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમ.
(૧૨) પરભાવમાં રમતા આત્માનું દમન કરવા રૂપ દમ.
(૧૩) પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવા રૂપ, નહિ હણાવવા રૂપ અને હણતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા.
(૧૪) કોઇની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતિએ લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય.
(૧૫) શુધ્ધ ધ્યાન ઃ સંસાર એ નિર્ગુણ વસ્તુ છે. એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સંસારિક સુખની અરૂચિ તેના પ્રતાપે સંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય.
(૧૬) સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોના ધરનાર તેના પાલનમાં ધીર મહાવ્રતોની રક્ષા માટે જ અકૃત અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષા માત્રથી જ આજીવિકાના ચલાવનારા.
સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મના જ ઉપદેશક એવા જે સગુરૂઓ તેની ભક્તિ.
(૧૭) નશો પેદા કરનારી વસ્તુઓ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ જે પાંચે ઇન્દ્રિયોના વિષયો તેની લાલસા-ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો-નિદ્રા અને સંસારની વૃદ્ધિ કરનાર આર્ત અને રીદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથા રૂપ વિકથાઓ. આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ જે અપ્રમાદ.
સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એ સિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એજ કારણે અમૃતના જેવા જગતને આનંદના હેતુભૂત અને સંસાર સમુદ્રને લંઘી જવા માટે સેતુ સમા જે જે શુધ્ધ ધર્મો તે સઘળાય શુધ્ધ ધર્મોને આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથી જ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે.
માણસાઇથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના. એકાંત ઉપકારી મહાદેવોને જગતની દ્રષ્ટિએ આવવા જ ન દેવા.
અને બીજી શક્તિ એ છે કે
પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુધ્ધ ભાવથી રહિત એવા અશુધ્ધ ધર્મોને પ્રપંચપૂર્વક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મલતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સંસારરૂપી. સાગરને તરવા માટે સેતુ (પુલ) સમા છે તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.
Page 17 of 191