________________
કામાન્ધા: પરદારેષુ સક્તચિત્તા: ક્ષતપાઃ | સક્રોધાં સાયુધા ધોરા વૈરિમારણ તત્પરાઃ || ૨ ||.
શાપ પ્રસાદ યોગેન લસ, ચિત્તમલા વિલાઃ |
ઇશા ભો મહાદેવા લોકેડમેન પ્રતિષ્ઠતા|| 3 || ભાવાર્થ :- હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનાર, પદારાઓમાં આસક્ત ચિત્તવાળા-લજ્જાથી રહિત-ક્રોધથી સહિત-આયુધને ધરનારા એજ કારણે ભયંકર અને વેરીઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મલથી વ્યાપ્ત આવા પ્રકારના આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવવા માટે પણ લાયક નહિ તેવાઓને આ મિથ્યાદર્શન નામના મોહરાજાના મહત્તમલોકની અંદર મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરેલા છે. “ભાવ અંધકાર રૂપ મિથ્યાત્વાદિ અનાદિ સિધ્ધ શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ.”
યે વીતરાગાઃ સર્વજ્ઞા: યે શાશ્વત સુખેશ્વરાઃ | કિલષ્ટ કર્મ કલાતીતા: નિષ્કલાશ્વ મહાધિયઃ || ૧ ||
શાન્તક્રોધા ગતાટોપા હાસ્ય સ્ત્રી હેતિ વર્જિતાઃ | આકાશ નિર્મલા ધીરા ભગવન્તઃ સદાશિવાઃ || 8 ||
શાપ પ્રસાદ નિમુક્તા તથાપિ શિવ હેતવ: | ત્રિકોટિ શુધ્ધ શાસ્ત્રાર્થ દેશકા: પરમેશ્વરાઃ || 3 || યે પૂજ્યા: સર્વ દેવાનાં યે ધ્યેયાઃ સર્વ યોગિનામ્ | યે ચાજ્ઞા કારણા રાધ્યા નિર્વઘ્ન ફ્લ દાયિનઃ || 8 ||
મિથ્યાદર્શનાખ્યન લોકેડનેન સ્તવીર્યતઃ |
દેવા: અચ્છાદિતા ભદ્રા ન જ્ઞાયન્ત વિશેષતઃ || ૫ || ભાવાર્થ :- હે ભદ્ર ! આ મિથ્યાદર્શન નામના મહત્તમે પોતાના પરાક્રમથી આલોકમાં ઘણોજ ભયંકર જુલમ કર્યો છે કારણ કે તેણે જે મહાદેવો વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે, કિલષ્ટ કર્મોરૂપ કલોથી રહિત છે, સઘળી જ પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફ્ટ નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ ઐશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષ, છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી શુધ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વ દેવોના પૂજ્ય છે, જે મહાદેવો સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવો આજ્ઞારૂપ કારણથી જ આરાધવા યોગ્ય છે તથા નિર્વઘ્ન ફ્લને એટલે મુક્તિ સુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના વીર્યથી એવી રીતિએ પ્રચ્છાદિત કરો નાખ્યા છે કે જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી..
જે રીતિએ મિથ્યાદર્શન નામના મહામોહના મહત્તમમાં જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવાનું સામર્થ્ય છે તે જ રીતિએ તેનામાં અધર્મને ધર્મ મનાવવાનું અને શુધ્ધ ધર્મનું આચ્છાદિત કરવાનું પ્રબલ સામર્થ્ય છે એ સામર્થ્યનું પ્રતિપાદન કરતા શ્રી સિધ્ધર્ષિ ગણિવર માવે છે કે
Page 15 of 191