________________
છે કારણ કે જે રોગાદિ દુઃખ આપે તો માત્ર એક જ ભવમાં આપી શકે છે જ્યાર મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતિએ કારમી નિર્દયતા પૂર્વક રીબાવી શકે છે.
આ કારમા શત્રુનું સ્વરૂપ વર્ણવતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે
અદેવે દેવ બુધ્ધિયામ્ ગુરૂધીર ગુરૌ ચ યા !
અધર્મો ધર્મ બુધ્ધિશ્ચ મિથ્યાવં તદ્ વિપર્યયાત્ II 1 | ભાવાર્થ :- મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યત્વથી વિપરીત છે એટલે સમ્યત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુધ્ધિ કરાવે છે તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુધ્ધિને ઉત્પન્ન કરાવે છે. એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુધ્ધિ કરાવવાનું સામર્થ્ય છે તેમ દેવમાં અદેવ બુધ્ધિ કરાવવાનું, ગુરૂમાં અગુરૂ બુધ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુધ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.
આજ વસ્તુને શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા નામની મહાકથાના રચયિતા શ્રી સિધ્ધર્ષિ ગણીવર મિથ્યાદર્શનના મહિમા તરીકે ઘણાં જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી રોગમયતા- અંધકારમયતા-શત્રુતા અને વિષમયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે.
મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે પ્રથમ તો મિથ્યાદર્શન નામનો મોહરાજાનો મહત્તમ શું કરે છે એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતા એ પરમોપકારી કથાકાર પરમર્ષિ માવે છે કે
અદેવે દેવ સંકલ્પ મધમ ધર્મ માનિતામ્ | અતત્વ તત્વબુધ્ધિશ્ચ વિધજો સુપરિક્રુટમ્ II ૧ ||
અપાને પાત્રતા રોપ મગુણેષુ ગુણ ગ્રહમ્ |
સંસાર હેત નિર્વાણ હેતુ ભાવ કરોત્ય યમ્ || ૨ || ભાવાર્થ :- આ મિથ્યાદર્શન નામનો મોહ રાજાનો મહત્તમ અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મ માનિતાને પેદા કરે છે અને અતત્વમાં તત્વ બુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુ ભાવને કરે છે.
અર્થાત મિથ્યાદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાને અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા થઇ જાય છે. અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે. અતત્વમાં તત્વ બુધ્ધિને અને તત્વમાં અતત્વ બુધ્ધિને ધરતા થઇ જાય છે એટલે જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુ ભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુ ભાવનો સ્વીકાર કરતા થઇ જાય છે.
મિથ્યા દર્શનના આ કારમાં સ્વરૂપનો ખ્યાલ આપ્યા પછી એના સ્વરૂપનો વિશેષ પ્રકારે ખ્યાલા આપવા એ મિથ્યા દર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતા કથાકાર પરમર્ષિ ક્રમાવે છે કે
હસિતો ગીત બિમ્બોક જાત્યા ટોપ પરાયણાઃ | હતા: કતાક્ષ વિક્ષેપ નરી દેહાઈ ધારિણઃ || ૧ ||
Page 14 of 191