________________
સંભવતું નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રંથીને ભેધા વિના આવા અનુષ્ઠાનને આચરવાને કોઇ પણ આત્મા સમર્થ બની શકે એ શક્ય જ નથી.
જીવા જીવાદિ તત્વોના સમ્યજ્ઞાનવાળું આવું અનુષ્ઠાન પ્રશાન્ત વૃત્તિવાળુ એટલે કષાયાદિના. વિકારોનો જેમાં નિરોધ છે તેવું હોય અને એથી તે ઓસ્ક્ય આદિ દોષોનું પણ નાશક હોય તે સ્વાભાવિક જ છે. આવા પરિણામો પેદા કરવા માટે સૌથી પહેલા તો મોક્ષના આશયને પેદા કરવાના પ્રયત્નમાં લાગી જવું જોઇએ. મોક્ષના આશયને પેદા કરવા માટે જ્ઞાની ભગવંતોએ વિવિધ પ્રકારે સંસારના સ્વરૂપનું જે વર્ણન કર્યું છે-તેનો અભ્યાસ કરીને તેનું મનન કરતા રહેવું જોઇએ. સંસારની અસારતાનું સાચું ભાન થયા વિના માક્ષનો અભિલાષ પ્રગટે નહિ. એટલે મોક્ષના અભિલાષને પામેલો હોય તો સંસારની સર્વાગ અસારતાનો સુંદર પ્રકારે ખ્યાલ આવી જાય એવા પ્રયત્નો કરવા જોઇએ. જો એવા પ્રયત્નો કરવામાં આવે અને કાળ પાક્યો હોય તો લઘુકર્મિતા અને ભવિતવ્યતા આદિના યોગે જીવમાં મોક્ષનો અભિલાષ જરૂર પ્રગટો જાય.
આ રીતે ભિન્ન ગ્રંથીવાળો જીવ એક અંતર્મુહૂર્તમાં ઉપશમ સમકીત અથવા ક્ષયોપશમ સમકીતને અવશ્ય પામે છે. એ સમકીતની પ્રાપ્તિમાં ઉપશમ સમકીત પામેલા જીવોમાં અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર કષાયો અને મિથ્યાત્વ આ પાંચેય પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ થયેલો હોય છે અને આ ઉપશમ સમકીત એક અંતર્મુહુર્ત કાળ જ ટકે છે અને એમાંથી કેટલાક જીવો ક્ષયોપશમ સમકીતને પ્રાપ્ત કરે છે. એ ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ કાળ અધિક મનુષ્યભવો-ટકી શકે છે.
આ રીતે ક્ષયોપશમ સમકીત પામેલા જીવોના અંતરમાં છોડવા લાયક પદાર્થોમાં છોડવાલાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવાલાયકની બુધ્ધિ રહેલી હોય છે.
છતાં પણ મોહનીય કર્મનો ઉદય સાથે રહેલો હોવાથી આ હેય-ઉપાદેયની બુદ્ધિમાં સાવચેત રહીને જીવે તો જ એ બુદ્ધિ ટકી રહે છે. જો જીવ સાવધ ન રહે તો એ મોહના ઉદયથી એટલે સમ્યકત્વ મોહનીયના ઉદયથી શ્રધ્ધામાં ફરી થઇ શકે છે આથી જ્ઞાની ભગવંતો કહે છે કે આવા સારા પરિણામને ટકાવવા પરાધીનતા રાખીને જીવવું પડે છે આથી એ પરાધીનતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને પોતાના આત્માનો ક્ષાયિક ભાવનો સમકીતનો પરિણામ પેદા થાય એ હેતુથી જ સમ્યત્વ મોહનીય કર્મનો પરિહાર કરવાનો કહેલો છે. સમકીતની હાજરીમાં જે ક્ષયોપશમભાવ પેદા થયેલો હોય છે તે ક્ષયોપશમ ભાવનો ધર્મ કહેવાય છે. આથી ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કરી ક્ષાયિક ભાવના ધર્મને પ્રાપ્ત કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ સમકીત મોહનીય પરિહરૂં કહેલું છે. (3) મિશ્ર મોહનીય પરિહરું
એ ત્રીજા બોલમાં કહેલ છે. જ્યાં સુધી જીવ ક્ષાયિક સમકીત પામતો નથી ત્યાં સુધી એ જીવા સમકીતની હાજરીમાં એટલે ક્ષયોપશમ સમકીતની હાજરીમાં સાવધ ન રહે તો એ જીવ પતન પરિણામી થઇ મિશ્ર મોહનીયના ઉદયથી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે અને જીવ એમાં પણ ચઢતા પરિણામવાળો ન રહેતો છેક મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વના પરિણામવાળો પણ થઇ શકે છે. આથી જ જ્ઞાની ભગવંતો. કહે છે કે ક્ષાયિક ભાવના ધર્મની અપેક્ષાએ ક્ષયોપશમ ભાવના ધર્મનો નાશ કરવો એ વધુ હિતાવહ હોવાથી, કારણ કે પરાધીનપણે જીવવાનું અને સાવચેત રહી પ્રાપ્ત થયેલા ગુણ ન ચાલ્યા જાય એની સતત કાળજી રાખોને જીવવું એના કરતાં એને ખતમ કરી પોતાનો ક્ષાયિક ભાવનો ધર્મ પેદા કરી જીવાય એવું
Page 12 of 191