________________
એવી ભાવના પેદા કરીને આરાધનાનો પ્રયત્ન કરીશું.
તમને કોઇ પૂછે કે તમે ધર્મક્રિયા કેમ કરો છો ? તો તમારે શું કહેવું જોઇએ ? રહીએ છીએ ત્યાં ગમતું નથી એટલે આ ક્રિયા કરું છું કે જેથી આ સંસારથી હું ઝટ છૂટું ! આત્માની આવી અવસ્થા અપુનબંધક પરિણામથી જીવને આવી શકે છે. અપુનબંધકની થોડી. લાવનારી છે. આત્મા અપુનર્બધક અવસ્થાને પામે એટલે એનામાં ત્રણ ગુણો પહેલા આવે એક ગુણ તો એ કે પાપના સેવનમાં એને તીવ્ર ભાવ આવે નહિ. બીજો ગુણ એકે ભયંકર ભવ એટલે ભયંકર એવા સંસાર પ્રત્યે એના હૈયામાં બહુમાન હોય નહિ અને ત્રીજો ગુણ એ કે ક્યાંય ઉચિતપણું લંઘવા પામે નહિ તેની એ કાળજી રાખે. આ ત્રણ ગુણો મોક્ષના સાચા માર્ગને પામવામાં ખૂબજ સહાયક બને છે. ભગવાને કહેલો મોક્ષમાર્ગ રૂચ્યા પહેલાની આ અવસ્થા છે.
આ ક્રિયા સમજદાર જીવને તો, દ્રવ્યસ્તવ એટલે દ્રવ્યક્રિયાઓ ભાવ સ્તવનો હેતુ બનવા દ્વારા એ. સાત-આઠ ભવે મોક્ષ પમાડનાર નીવડે છે. પણ અણસમજદાર જીવનેય દ્રવ્યસ્તવ કેવા સંયોગોમાં લાભ કરે છે એ પણ અહીં શ્રી સુર ગુરૂ નામના આચાર્ય ભગવાને માવ્યું છે. આ દ્રવ્યસ્તવ રૂપ ધર્મ જો અનાભોગથી પણ પરિણામ વિશેષથી કર્યો હોય તોય તે દ્રવ્યસ્તવ જીવનો શુક યુગલની માફ્ટ કુશલ ઉદય કરનારો થાય એમ અહીં કહે છે. અનાભોગ એટલે કે તેવા પ્રકારની શ્રી જિનની ઓળખ વિના અને શ્રી જિનની પૂજા કરવાના હેતુની તેવા પ્રકારની સમજ વિના પણ જો સ્વાભાવિક સુંદર પરિણામ આત્મામાં પેદા થાય અને એ સુંદર પરિણામથી શ્રી જિનની પૂજા રૂપ દ્રવ્ય સ્તવ કરાય તો ય એ દ્રવ્ય સ્તવ એ દ્રવ્ય સ્તવ કરનારા આત્માને સુંદરકોટિનું પુણ્ય બંધાવે છે અને કેમ કરીને એ આત્મા આ સંસારમાં સદ્ગતિને પામતે પામતે આ સંસારથી મોક્ષને પામી જાય છે. અનાભોગથી કરાયેલા દ્રવ્યસ્તવનું સુંદર ળ કહ્યું છે પણ સાથે જ કહ્યું છે કે-એ સુંદર ળ એ આત્માને એના પરિણામ વિશેષને કારણે મળે છે. સમજ વિના પણ ભદ્રક ભાવના યોગે એટલે સરલ સ્વભાવના યોગે સુંદર પરિણામ આવી જાય અને એ પરિણામને લઇને દ્રવ્યસ્તવ કરાય એટલે આ અનુષ્ઠાનોની ક્રિયાઓ કરાય તોય એ જીવને જરૂર લાભ થાય. પણ એમ કહ્યું નથી કે-સમજપૂર્વક સંસારના સુખના ઇરાદે દ્રવ્યસ્તવ કરે તોય એ જીવને લાભ થાય ! સમજ્યા ? આ વાત જ ખાસ સમજવા જેવી છે અને પછી આ અનુષ્ઠાનો કરવા યોગ્ય છે.
(૨) સમ્યક્ત્વ મોહનીય - (૩) મિશ્ર મોહનીય અને (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરૂં આ ત્રણ બોલનું વિવેચન શરૂ થાય છે. (૨) સમ્યક્ત મોહનીય પરિહરું !
સમ્યત્વ એટલે શું ?
જે અનુષ્ઠાનના યોગે ઉત્તરોત્તર દોષ નિગમ (દોષ નાશ) થયા જ કરે અને એથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પણ થયા કરે, પણ ક્યારેય જેનાથી દોષવૃદ્ધિ અને ગુણહાનિ થવા પામે નહિ એવા અનુષ્ઠાનને અનુબંધ શુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા પ્રકારનું મોક્ષના જ આશયવાળું અને જીવાજીવાદિ તત્વોના સંવેદનપૂર્વકનું યમ નિયમાદિનું જે આચરણ તેને અનુબંધ શુધ્ધ અનુષ્ઠાન કહેવાય છે. જીવા જીવાદિ તત્વોના સમ્યજ્ઞાનના અભાવમાં આવું અનુષ્ઠાન સંભવતું નથી અને એથી શાસ્ત્રકાર પરમર્ષિઓ માને છે કે- આ અનુષ્ઠાન ભિન્ન ગ્રંથી (રાગાદિ પરિણામની ગાંઠ એ ગાંઠને જે જીવોએ ભેદેલી હોય તે ભિન્નગ્રંથી કહેવાય.) જીવોને જ હોઇ શકે છે. અભિન્નગ્રંથી જીવોમાં આ અનુષ્ઠાન
Page 11 of 191