________________
(૨૩)
આ પુસ્તિકાના ૮ અધ્યાય સાથે વિષયાનુક્રમણિકા પણ પ્રાપ્ત થઈ છે. સંક્ષેપ રૂપે અમે કેટલાકનું વર્ણન કરીએ છીએ જેથી વાચક સ્વયં જોઈ શકે કે તે કેટલી વિજ્ઞાનપ્રદ
છે:
પ્રથમ અધ્યાયમાં ૧૨ અધિકરણ છે, જેમકે :
વિમાનાધિકરણ (Air-crafts), વસ્ત્રાધિકરણ (Dresses), માર્ગાધિકરણ (Routes), આવર્તાધિકરણ (Spheres in space), જાત્યાધિકરણ (Various types) વગેરે.
બીજા અધ્યાયમાં પણ ૧૨ અધિકરણ છે, જેમકે :— લોહાધિકરણ (Irons metallurgy),
દર્પણાધિકરણ (Mirrors, lenses and optics), શક્ક્સધિકરણ (Power mechanics), તૈલાધિકરણ (Fuels, lubrication and paints), વાતાધિકરણ (Kinetics),
ભારાધિકરણ (Weights, loads, gravitation),
વેગાધિકરણ (Velocities)
ચક્રાધિકરણ (Circuits, gears) વગેરે. ત્રીજા અધ્યાયમાં ૧૩ અધિકરણ છે, જેમ કે: કાલાધિકરણ (Chronology), સંસ્કારાધિકરણ (Refinery, repairs), પ્રકાશાધિકરણ (Lightening and illuminations), ઉષ્ણાધિકરણ (Study of heats), શૈત્યાધિકરણ (Refrigeration),
આન્દોલનાધિકરણ (Study of oscillations),
તિર્યંચાધિકરણ (Parobobe, conic and angular motions) વગેરે. ચોથા અધ્યાયમાં આકાશ (Space)માં વિમાનોના જે જુદા-જુદા માર્ગ છે તે ત્રીજા સૂત્રની શૌનકીય વૃત્તિ કે વ્યાખ્યામાં વર્ણિત છે. તે માર્ગોની સીમાઓ તથા રેખાઓનું વર્ણન છે. જેમકે – લગ, વગ, હગ, લવ, લવહગ વગેરે. આમાં પણ ૧૨ અધિકરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org