________________
(૨૧)
કહ્યું. અમે અનાયાસ જ પુસ્તક ખોલ્યું. જેવું તેમાં લખ્યું હતું, વાંચી સંભળાવ્યું. તેમાં એક પાઠ હતો –
संकोचनरहस्यो नाम-यंत्रांगोपसंहाराधिकोक्तरीत्या अंतरिक्षे अति वेगात् पलायमानानां विस्तृतखेटयानानामपाय सम्भवे विमानस्थ सप्तमकीलीचालनद्वारा तदंगोपसंहारक्रिया रहस्यम्।
અર્થાત જો આકાશમાં તમારું વિમાન અનેક અતિવેગથી ભાગનાર શત્રુ-વિમાનોથી ઘેરાઈ જાય અને તમને વિમાનમાંથી ભાગી નીકળવાનો કે નાશથી બચવાનો કોઈ ઉપાય ન દેખાય તો તમારા વિમાનમાં લાગેલી સાત નંબરની કળ (Lever) દબાવો. તેનાથી તમારા વિમાનનું એક્કેએક અંગ સંકોચાઈનાનું થઈ જશે અને તમારા વિમાનની ગતિ અતિ તેજ થઈ જશે અને તમે છટકી જશો. આ પાઠ સાંભળી શ્રી લ્લોલે ઉત્તેજિત અને ચકિત થઈ ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા- “વર્ગીસ, શું તમે ક્યારેય સમળીને નીચે ઝપટતાં નથી જોઈ, તે વખતે તે કેવું પોતાનું શરીર તથા પગ સંકોચી અતિ તીવ્ર ગતિ પ્રાપ્ત કરે છે? તે જ સિદ્ધાંત આ યંત્ર દ્વારા પ્રકટ કર્યો છે. આ પ્રકારનાં અનેક સ્થાનો જયારે તેમને સંભળાવ્યા તો તેઓ આ ગ્રંથ સાથે જાણે ચોટી જ ગયા. તેમણે અમારી સાથે ગ્રંથનાં માત્ર એક સૂત્ર (બીજા) પર જ લગભગ એક મહિનો કામ ક્યું. વિદાય સમયે અમે સંદેહ પ્રકટ કરતાં તેમને પૂછ્યું – “શું આ પરિશ્રમને વ્યર્થ ગણી શકાય ?' તેમણે ખૂબ ગંભીર ભાવે ઉત્તર આપ્યો – “મારા મતે વ્યક્તિના જીવનમાં આવી ઘટના કદાચ દસ લાખે એક વાર આવે છે (It is a chance one out of a million).” વાચક આ ગ્રંથની ઉપયોગિતાનું એક વિદેશી વિદ્વાનના પરિશ્રમ અને શબ્દોથી અનુમાન કરી શકે છે. આમાંથી તેમને જે નવા-નવા ભાવ લેવા હતા, લઈ ગયા. આપણી પાસે તો પેલાં કોરા પાનાં જ પડ્યાં છે. વિમાનપ્રકરણમ્
ગ્રંથ પરિચય – આ વિમાનપ્રકરણ ભરદ્વાજ ઋષિના મહાગ્રંથ “યન્ટસર્વસ્વ'નો એક ભાગ છે. “યત્રસર્વસ્વ' મહાગ્રંથ ઉપલબ્ધ નથી. તેનાં “વિમાનપ્રકરણ” પર યતિ બોધાનન્દ વ્યાખ્યા વૃત્તિ રૂપે લખી હતી, તેનાં કેટલાક ભાગરૂપ હસ્તલિખિત પ્રાપ્ત પુસ્તકમાં બોધાનન્દ આમ લખે છે :
"पूर्वाचार्यकृतान् शास्त्रानवलोक्य यथामति । सर्वलोकोपकराय सर्वानर्थविनाशकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org