________________
(૧૯) તટ પર ૧૨ યોજન લાંબું વસેલું તેમ નોંધાયું છે. નગરના મધ્યભાગમાં રાજગૃહ, સંઘગૃહાદિ રહેતાં અને બંને પક્ષોમાં અન્ય ભવન ગૃહાદિ બનાવવામાં આવતા હતા. નગરનો આકાર, પાંખોને ફેલાવી ઊડતા યેન (બાજ પક્ષી) કે ગીધ પક્ષી જેવો રહેતો.
મહારાજા ભોજના સમયમાં પણ વાયુયાન કે વિમાન ઊડતા હતા. તેમના સમયમાં રચાયેલ એક ગ્રંથ “સમરી સૂત્રધારમાં પારાથી ઉડાડવામાં આવતાં વિમાનનો ઉલ્લેખ આવે છે –
लघुदारुमयं महाविहङ्गं दृढसुश्लिष्टतनुं विधाय तस्य । उदरे रसयन्त्रमादधीत ज्वलनाधारमधोऽस्य चाति( ग्नि )पूर्णम् ॥
(સમરાવ યત્રવિધાન ૩૧, ૯૫) અર્થાત્ તેનું શરીર સારી રીતે જોડાયેલું તથા અતિદઢ હોવું જોઈએ, તે વિમાનના પેટ (Belly)માં પારાયંત્ર સ્થિત હોય અને તેને ગરમ કરવાનો આધાર અને અગ્નિપૂર્ણ (દારૂગોળો, Combustible Powder)નો પ્રબંધ તેમાં હોય. યુક્તિકલ્પતરુ'માં પણ આ જ પ્રમાણે વર્ણન છે –
“વ્યોમાનં વિમાનં વાપૂર્વમાસીમમુગા (યુક્તિયાન ૫) આનાથી સ્પષ્ટ થાય છે કે તે સમયના રાજાઓ પાસે વ્યોમયાન તથા વિમાન રહેતા હતા. અમારી સમજ મુજબ વ્યોમયાન તથા વિમાન શબ્દો વડે વિમાનોમાં ભિન્નતા સૂચિત કરવામાં આવી છે. વ્યોમયાનથી વિમાન ક્યાંય અધિક ગતિ તથા વેગવાન હતા.
જે રીતે કાળના વિકરાળ જડબામાં દેશોના વિકસિત નગરો તથા અપરિમિત વિભૂતિઓ ભૂમિમાં દબાઈ નષ્ટ થઈ જાય છે તે જ રીતે ભારતની સમૃદ્ધિ તથા તેનું સમૃદ્ધ સાહિત્ય પણ વિદેશી જુલમગારોના વિપ્લવી આક્રમણો અને તેમની બર્બરતાને કારણે નષ્ટ થયું, તેનાં અસંખ્ય ગ્રંથોનો લોપ તથા વિધ્વંસ થઈ ગયો. જે રીતે આજકાલ ભારતીય રાજકીય પુરાતત્ત્વ વિભાગ ભારતની દબાયેલી ભૂમિગત સંસ્કૃતિને ખોદી-ખોદી પ્રદર્શિત કરી રહ્યો છે, તેમાં ખેદ એ વાતનો છે કે એટલું ધ્યાન ભારતના દબાયેલા સાહિત્યને શોધવામાં નથી આપતો. અમારી ધારણા છે કે હજી પણ ખૂબ સાહિત્ય દટાયેલું પડ્યું છે. કેટલાક સમય પહેલાં જ શ્રી વામનરાય ડા. કોકટનૂરે અમેરિકન કેમિકલ સોસાયટીના અધિવેશનમાં વાંચેલા એક નિબંધમાં હસ્તલિખિત “ગાર્ચ-સંહિતા”નું નામ આપ્યું અને તેમાંથી વિમાન ઉડાડવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org