________________
આ જગત કોણે કર્યું? તું મનવાંછિત સુખને મેળવીશ. T શિષ્ય વિનયથી પૂછ્યું, હે પૂજ્યપાદ ગુરૂ, આ સંસારમાં બધિરન માંડમાંડ મળે છે, એવું સમજતાં છતાં પણ પ્રાણ તેને મેળવવાને માટે યત્ન કરતો નથી, તેનું શું કારણ હશે ? તે મને સમજાવે. અને બોધિરત્ન એટલું બધું દુર્લભ કહ્યું છે, તેનું શું કારણ હશે?
ગુરૂ ઉત્તર આપે છે–હે શિષ્ય પ્રથમ બેધિરત્નને અર્થ સમજવા જેવું છે. બધિરત્નને ખરો અર્થ બંધ થાય છે. બેધને અર્થ જ્ઞાન એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું. એ થાય છે. જ્યારે “આ વસ્તુ સાચી છે. અને આ વસ્તુ ખોટી છે. ” એવું બરાબર ભાન થાય. અને તે પૂર્વ આમ પુરૂષના શાસ્ત્રીય વચનથી સિદ્ધ કરી સમજે તે ખરેખર બોધ કહેવાય છે–એ ઉપરથી બધિરત્નને સત્યાર્થ સમતિ એ થાય છે. શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને બરાબર ઓળખવા –એ સમકિત કહેવાય છે. એવું સમકિત જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે તે દેવ, ગુરૂ તથા ધર્મને શુદ્ધ સ્વરૂપને સમજી શકે છે. આ દેવ કુદેવ નથી, પણ શુદ્ધ દેવ છે, આ ગુરૂ કુગુરૂ નથી, પણ શુદ્ધ ગુરૂ છે, અને આ ધર્મ કુધર્મનથી પણ શુદ્ધ ધર્મ છે–આ બધ પ્રા. પ્ત કરવામાં ઘણું જ્ઞાનની આવશ્યકતા છે. જેના હૃદયમાં શ્રદ્ધા સાથે ઉત્તમ ભાવના પ્રગટ થાય, તેને એ બધ પ્રાપ્ત થાય છે તેથી એ બધિરત્ન ઘણુંજ દુર્લભ કહેલું છે.
આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર છે. એવા દુઃખદાયક સંસારમાં મગ્ન થયેલા પ્રાણીને બધિરત્ન મેળવવું કેટલું મુશ્કેલ પડે? તેનો વિચાર તું પોતેજ કરી જે. બોધને અવકાશ હદયમાં છે. અને તે હૃદય જ્યારે આધિ, ઉપાધિ અને વ્યાધિથી અવ્યવસ્થિત થઈ ગયું હોય, તેવા હૃદયમાં નિર્મળ અને શાંતિને પિષણ કરનારા બે ધિને પ્રવેશ સારી રીતે થઈ શકે? જ્યારે હદય શાંત અને અનુકૂળ હોય, ત્યારે તે બોધિરત્નને પ્રકાશ ગ્રહણ કરી શકે છે. શાંત હદયમાં બધિરત્નની પૂર્ણ પ્રભા પડે છે. અને તેથી તે નિર્મળ જ્ઞાનના તેજસ્વી પ્રકાશને પ્રાપ્ત કરે છે. તેથી બોધિરત્નને મેળવવાની ઈચ્છા વાળા ભવિષે પિતાના હદયને શાંત અને નિરૂપાધિ રાખવા પ્રયત્ન કરવું જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com