Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ જગત અથવા લોક જીવથી વ્યાપ્ત છે. એ માન્યતા સ્પષ્ટ છે પરંતુ અજીવ કે પુગલને ઉલ્લેખ નથી. એને અર્થ એ તો નથી જ કે આચારાંગને બધું જીવરૂપ જ માન્ય છે, કારણ કે કમરજની વાત તેમાં સ્પષ્ટ છે અને તેથી જીવને બંધ થાય છે. અને કર્મથી મુક્ત થવાને અને મોક્ષ પામવાને ઉપદેશ તો તેમાં છે જ. વળી “ચિત્તમંત” અને “અચિત્તને ઉલેખ છે જ, જે જીવ–અજીવની સૂચના આપે જ છે. (૧-૫-૨-૪) જીવ અથવા આત્માને પુનઃજન્મ છે અને તેનું નિવારણ કરવું જરૂરી છે એ વાતને નિદેશ સ્પષ્ટ છે. વળી આમ્રવને ઉલેખ છે, પણ સંવર શબ્દનો પ્રયોગ મળતો નથી. જો કે નિર્જરા તો છે. આથી
સ્પષ્ટ થાય છે કે જૈન દર્શનના પ્રમેયની વિચારણું સાત કે નવ તત્ત્વ તરફ પ્રગતિ કરી રહી હતી. હજી પડદ્રવ્ય કે પંચાસ્તિકાયની ભૂમિકા રચાઈ નથી. વળી એ પણ સ્પષ્ટ છે કે એમાં જગતના કર્તા તરીકે ઈશ્વરને પણ સ્થાન નથી પણ જીવન સુખદુ:ખને આધાર તેના કર્મ ઉપર જ છે એ ભૂમિકા સ્પષ્ટ થઈ છે.
પ્રમાણને વિચાર કરીએ તો ઉમાસ્વાતિમાં પાંચ જ્ઞાન અને તેની પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રમાણમાં વહેંચણ સ્પષ્ટ છે. તો આચારાંગમાં આ વિષે કેવો વિચાર છે જોઈએ.
આચારાંગમાં કષ્ટ, શ્રુત, મત અને વિજ્ઞાન આ ચાર શબ્દોને પ્રયોગ એકસાથે જ્ઞાનના ભેદદશંકરૂપે થયેલ છે (૧-૪-૨-૩) પણ પ્રત્યક્ષ-પરોક્ષ શબ્દ વપરાયા નથી. વળી અવધિ કે મન:પર્યયને ઉલ્લેખ પણ નથી. “આકેવલિએહિ એવો પ્રયોગ (૧-૬-૨-૧) મળે છે ખરે અને તે આગળ જતાં કેવળ અને કેવળીની જે ચર્ચા થઈ તેના ઈતિહાસમાં ઉપયોગી થાય ખરો, પણ ૨પષ્ટ રૂપે કેવળ જ્ઞાન એવો પ્રયોગ તો હજી મળતો નથી. સ્પષ્ટ છે કે પાંચ જ્ઞાનની માન્યતા હજુ તે રૂપમાં અને તે માટેના શબ્દોમાં આચારાંગકાળે સ્થિર થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org