Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૮
એટલું તેા નક્કી જ. પરંતુ સૂત્રકૃતાંગ વિષે તા એવી દલીલને પણુ. અવકાશ નથી. તેમાં તે તે કાળના અન્ય દાર્શનિકાની માન્યતાનુ ખરેંડન કરવાના ઉદ્દેશ છે જ. એ પરિસ્થિતિમાં પેાતાના દર્શનની સ્પષ્ટ માન્યતા આપવાને પ્રસંગ ઉપસ્થિત છે જ, પરંતુ અહીં પણ આપણે જોઈએ છીએ કે જૈન દર્શનની પેાતાની માન્યતા પણુ હજુ પછીથી સ્થિર થયેલી પેતીકી પરિભાષામાં આપવામાં આવી નથી. એટલે માનવું પડે છે કે અહીં પણ જૈત દન તેની પ્રાથ-મિક ભૂમિકામાં જ છે. અને તે કેવુ છે તે આપણે જોઈએ.
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
-
પ્રથમ એ જાણવું જરૂરી છે કે અન્ય માનું નિરાકરણ જે પ્રકારે આપવામાં આવ્યુ છે તેથી એટલું તે! સિદ્ધ થાય છે કે નિરસ્ત મતથી જુદો મત જૈતેના છે પરંતુ તે કયા રૂપમાં છે તે. તા હજી સૂત્રકૃતાંગમાં પણ દર્શાવવામાં આવ્યું નથી.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતક ધમાં વંચમભૂતિષ્ઠ મતના નિર્દેશ છે, જેની માન્યતા હતી કે લેાકમાં પાંચ મહાભૂતા-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ છે અને તે પાંચ ભૂતાથી બનેલા દેહી આત્મા છે. આનુ નિરાકરણ આમાં છે. પણ પાંચ ભૂતથી સ્વત ંત્ર આત્માનું સ્વરૂપ કેવુ. જૈનસંમત છે તેની કશી વિશેષ હકીકત નથી.. વળી પાંચ ભૂતા ઉપરાંત ઠ્ઠો અ મા ( આત્મષણવાદી ) એવુ માનનારનું પણ નિરાકરણુ છે – એથી પણ સિદ્ધ થાય કે આવી માન્યતા જૈનની નથી પણ તેને સ્થાને શું હોય તેને નિર્દેશ નથી. મળતા. ઉપનિષદોના એકાત્મવાનું ખંડન તા અનિવાર્ય હતું,. કારણ કે આચારાંગમાં ષડૂજીવનિકાયનું નિરૂપણ થયેલ છે. એટલે એકાત્મવાદ નહીં પણ આત્મા નાના છે એવા જૈને વ૬ સિદ્ધ થાય છે. જીવ અને શરીર જુદાં નથી એ વાદ (તજીવતસ્કરીરવાદ)નું ખંડન સૂત્રકૃતાંગમાં છે તેથી જીવ અને શરીર જુદાં છે. એવું ક્રુલિત કરી શકાય. વળી આત્મા અકર્તા છે (અકારકવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org