Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૧
જયતિહુઅણ સ્તોત્ર કરનાર, હે ધવંતરિ નામના વિદ્ય સમાન એવા હે ત્રણ જગતમાં ૨હેલા કલ્યાણના ભંડાર સમાન એવા આપ ત્રણે કાળ નિરંતર જયવંતા વર્તે છે. પાપ અથવા ઉપદ્રવરૂપ હાથી નાશ કરવામાં સિંહ સમાન, જેઓના નામમાત્રથી ઉપદ્ર નાશ પામે છે, જેઓની આજ્ઞાનું ત્રણેય જગતમાં પાલન થાય છે એવા, ત્રણેય જગતના સ્વામી શ્રી સ્વંભનકપુર(ખંભાત)માં રહેલા એવા શ્રી સ્થંભન પાર્શ્વનાથની સ્તુતિ કરનારનાં સઘળાં મનવાંછિત પૂર્ણ થાઓ.
૧૮મી ગાથામાં સ્તોત્રકાર કહે છે, હે પ્રભુ, મારું મન અપ્રસન્ન અને અવ્યવસ્થિત છે. શરીર પણ અવિવેકવાળું અને આળસને લીધે બેકાબૂ છે. તે માટે મારે તે તમારો મહિમા જ પ્રમાણ છે. માટે મારા પર કૃપા કરે. મને પવિત્ર કરે. હે પાર્શ્વનાથ પ્રભુ, મારી અવગણના ન કરે. દુઃખથી વિલાપ કરતા એવા. મારું રક્ષણ કરો. રાગ વગેરે શત્રુઓથી મારું રક્ષણ કરો.
૨૦ મી ગાથામાં સ્તોત્રકાર કહે છે, હે પ્રભુ, તમે જ મારા સર્વ ઐશ્વર્ય સંપન્ન સ્વામી છે. તમે જ મારાં માતાપિતા છે. તમે જ પ્રિય કરનારા એવા મિત્ર છે. તમે જ મારા રક્ષક છે. તમે જ મારા મતિદાતા છે. તમે જ મારા તારણહાર છે, તમે જ મારું કલ્યાણ કરનાર ગુરુ છે. ચારે બાજુથી દુ:ખના સમૂહથી ઘેરાયેલો રાંક થઈ ગયેલો હુ નિર્ભાગ્યશિરોમણિ છું. છતાં પણ મેં તમારાં ચરણકમલને આશ્રય લીધે છે. માટે હે જિનેશ્વર દેવ !. મારું રક્ષણ કરે.
૨૮ મી ગાથામાં આચાર્ય શ્રી કહે છે, “આપ મારું કાર્ય નહિ કરે તે પણ હું બીજા કોઈ દેવ પાસે પ્રાર્થના કરવાને નથી. અનંત દયાના સ્વામી એવા આપને છોડીને હું બીજા કોની પાસે પ્રાર્થના કરું ? જે આપ મારી અવગણના કરશો તે મારું શું થશે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org