Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી.
૩૩૯ નામનું મહાવ્યાકરણ સાંગોપાંગ રચ્યું. મહારાજા સિદ્ધરાજે આ ભવ્ય ગ્રંથને હાથીની અંબાડીએ આરોપી તેનું પરમ ગૌરવ બહમાન કર્યું.
પછી કાળક્રમે સિદ્ધરાજનું મૃત્યુ થયે કુમારપાળે રાજ્યસન લીધું, ત્યારે પોતાને અભયદાન આપનારા પિતાના પરમ ઉપકારી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરી તે તેમના ચરણપંકજના ભ્રમર બન્યા, અને નિરંતર તેમના ઉપદેશામૃતનું પાન કરતાં અનુક્રમે વીતરાગ ધર્મના દઢ અનુયાયી અને વ્રતધારી ગૃહસ્થ થયા. સંપ્રતિ મહારાજની જેમ, આ ધર્માત્મા પરમાર્હત્ કુમારપાળે અવનને જિનમંદિરમંડિત કરી; પિતાના રાજ્યમાં સર્વત્ર સર્વ જીવને અભયદાન આપનારે અમારિ પટહ વગડાવ્ય; મઘ અસુરને દેશવટો દીધે; અપુત્રીઆના ધનહરણને અન્યાય દૂર કર્યો; સર્વ ધર્મ પ્રત્યે સમભાવની દૃષ્ટિ દાખવી સર્વત્ર ન્યાયનીતિ ને સુખશાંતિનું સામ્રાજ્ય લાવ્યું. કુમારપાળની વિજ્ઞપ્તિથી શ્રી હેમચંદ્રાચાર્યે તેના સ્વાધ્યાયાથે વીતરાગસ્તવ અને યોગશાસ્ત્રનું નિરૂપણ કર્યું; તેમજ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રનું રસમય મહાકાવ્ય ગૂંચ્યું. આવા રાજપૂજ્ય છતાં હેમચંદ્રાચાર્ય મહારાજે કદી પણ રાજપિંડ ગ્રહ્યો નહિ, એ એમની પરમ નિઃસ્પૃહતાનું ઉત્તમ ઉદાહરણ છે.
* તેમની મધ્યસ્થતા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અદ્ભુત હતાં. એક વખત તેઓ વિહાર કરતાં કરતાં સોમનાથ પાટણ પધાર્યા. રાજેન્દ્ર કુમારપાલ પણ ત્યાં આવ્યા હતા. વિરોધી જનોએ રાજાના કાન ભંભેર્યા - આ હેમચંદ્ર મહાદેવને નમશે નહિ, પણ હેમચંદ્રાચાયે તેમની આ ધારણું ખોટી પાડી. તેમણે તે સાષ્ટાંગ દંડવત કરી, મહાદેવનું સાચું સ્વરૂપ દર્શાવનારું મહાદેવસ્તાત્ર લલકાર્યું અને છેવટે ગાયું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org