Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
૩૩૬
વિદ્યાપીઠના અધ્યાપકા શાંતરક્ષિત અને કમલશીલરચિત બૌદ્ધ દર્શનના ગ્રંથ ' તત્ત્વસ’ગ્રહ ', વગેરે મુખ્ય છે. વળી સંસ્કૃતના ઘણાંખરાં કાવ્યા, નાટકા તથા દર્શીન અને કાવ્યશાસ્ત્ર પરના ગ્રંથેની પ્રાચીનતમ હસ્તપ્રતા આ જૈન ભાંડારામાંથી જ મળી છે.
આ જ્ઞાનભંડારાની વિષયવ્યાપકતાના ખ્યાલ એ પરથી આવી શકશે કે તેમાં જૈન-જૈનેતર સિદ્ધાંત, ધર્મ, અધ્યાત્મ, આરાધના, ક્રિયાકાંડ, પૂજાપાઠ, ન્યાયદર્શીન, કાશ, વ્યાકરણ, કાવ્ય, નાટક, છંદ, અલંકાર, નીતિ, નાટયશાસ્ત્ર, સુભાષિત, પુરાણ, ચરિત્રકથા, ઇતિહાસ જ્યોતિષ, આયુર્વેદ, ગણિત, મંત્રશાસ્ત્ર, કામશાસ્ત્ર, લેાકવિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, લક્ષણ, સમીક્ષા, તેાત્ર, ભજન, ગીત વગેરે વિષયાનાં પુસ્તકે સંગ્રહાયેલાં છે. ભાષાની દૃષ્ટિએ પણ આ ગ્રંથોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, જૂની ગુજરાતી, રાજસ્થાની, વ્રજભાષા, ફારસી, મરાઠી આધ્નિ વૈવિધ્ય જોવા મળે છે.
આ જ્ઞાનભંડારામાં સચવાયેલાં પુસ્તકા મધ્યકાલીન ઇતિહાસનાં અનેક પાસાં પર પ્રકાશ પાથરવાની સાથે વિભિન્ન કુટુમેા, જ્ઞાતિ, સંપ્રદાયા અને સ્થળાના સામાજિક અને ધાર્મિક ઇતિહાસ અગેની ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ કારણથી તે આપણા સાંસ્કૃતિક વારસામાં પુરાવશેષ! જેટલા જ ઉપયાગી છે. તેથી જ્ઞાનભડારામાંની પોથીઓની સૂચિએ તૈયાર થાય તે અત્યંત જરૂરી છે. ખંભાતના શાંતિનાથના ભડારની મુલાક,ત લઈને ડા. પીટર્સન નામના વિદ્વાને ૧૯ મી સદીમાં તેની સૂચિ તૈયાર કરેલી. આ જ રીતે ભારતીય જ્ઞાનપીઠ, કાશી તરફથી કર્ણાટકના તાડપત્રીય ગ્રંથાની સૂચિ બહાર પડી છે. તેથી હવે ગુજરાતના જ્ઞાનભંડારાની પણુ એક પછી એક સૂચિ તૈયાર કરવામાં આવે તા એક ધણુ મહત્ત્વનું કાર્ય થયું ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org