Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૩૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
જ્ઞાનભંડારો આવેલા છે વળી આમાંનાં ઘણાં શહેરમાં ભંડારોની સંખ્યા બે-ચારથી માંડીને પંદર-વીસ જેટલી પણ છે. દા. ત., ચૌલુકય અને વાઘેલા રાજવંશની રાજધાની રહી ચૂકેલા પાટણમાં વસથી વધુ ભંડારે છે જ્યારે અમદાવાદમાં છે અને ખેડામાં એક છે આ બધા ભંડારોમાં ગ્રંથની સંખ્યામાં પણ આત્યંતિક ભેદ છે. ખંભાતના જ શાંતિનાથ ભંડારમાં ૨૯૧ ગ્રંથે છે જ્યારે વિજયનેમિસૂરિજીના ભંડારમાં વીસ હજાર ગ્રંથો છે.
ખંભાત ઉપરાંત કપડવંજ, નડીઆદ, ખેડા અને મહુધામાં જૈન ' ભંડાર આવેલા છે. ખંભાત એ તો જેસલમેર અને પાટણની સાથે જૈન ગ્રંથભંડારો ધરાવતા દેશના સૌથી મહત્ત્વપૂર્ણ એવા ત્રણ સ્થાનેમાંનું એક છે. અહીં ચાર મુખ્ય ભંડારો છે ? - (૧) શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈનભંડાર, (૨) સુરિસમ્રાટ વિજયનેમિસૂરિ મહારાજને ભંડાર, (૩) જૈન શાળામાં શ્રી. નીતિવિજયજી મહારાજને ભંડાર, અને (૪) તપાગચ્છના શ્રી પૂજ્યજીને ભંડાર. આમાંથી ગ્રથસંખ્યાની દષ્ટિએ સૂરિસમ્રાટને ભંડાર સૌથી મોટો છે. એમાં વીસ હજાર હસ્તલિખિત ગ્રંથ હેવાનું અનુમાન છે. આ બધી મુખ્યત્વે કાગળ પર લખાયેલી પિોથીઓ છે. શ્રી નીતિવિજયજીના ભંડારમાં પાંચેક હજાર પુસ્તકો છે. તેમાં વિ. સં. ૧૨૩૨ ની કાગળ પર લખાયેલી હસ્તપ્રત પણ સચવાયેલી છે. સુપ્રસિદ્ધ સંશોધક મુનિશ્રી પુણ્યવિજયજીએ નૈયું છે તેમ જેસલમેરના જ્ઞાનભંડારમાં કાગળ પર લખાયેલી જૂનામાં જૂની પિથી વિ. સં. ૧૨૪૬ ની છે. આથી આ ભંડારની ઉપરોક્ત કાગળ પર લખાયેલી પોથી તેના વર્ગની સંભવતઃ પ્રાચીનતમ પિોથી છે. આ જ ભંડારમાં વિક્રમની ૧૫ મી અને ૧૬ મી સદીની રંગીન ચિત્રોવાળી અને સોનેરી અક્ષરે લખેલી પોથીઓ પણ છે. આ પુસ્તકે એટલી સારી રીતે જળવાયાં છે કે તે લગભગ આજકાલમાં લખાયેલાં પુસ્તકે જેટલાં સુંદર લાગે છે. આ જ ભંડારના પૂરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org